પીએનબીએ ઓડિટ અને તપાસ અંગેની માહિતી આપવાનો ઈન્કાર કર્યો

0
22

ન્યુ દિલ્હી,તા.૨૧
પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)એ એ ઓડિટ અને તપાસ અંગે જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો છે જેનાથી બેન્કને ૧૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો ભોગ બનવું પડયું હતું. બેન્કે માટે નિયમોનો હવાલો આપ્યો છે જેના હેઠળ તપાસને પ્રભાવિત કરનારી જાણકારી આપવા મર મનાઈ છે.
સુચનાના અધિકાર કાયદા હેઠળ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં પીએનબીએ કૌભાંડ સંબંધિત તપાસ રિપોર્ટ આપવાનો ઈનકાર કરી દીધો છે. બેન્કે અરજીકર્તાને જવાબમાં કહ્યુ છે કે મામલાની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીઓ કરી રહી છે જેથી જે માહિતી આપવામાં આવી છે તે માહિતી સુચનાના અધિકાર કાયદા ૨૦૦૫ની કલમ ૮(૧)(એચ) હેઠળ નહીં આપવાની છૂટ છે. આ કલમ એવી માહિતી આપવા પર રોક લગાવે છે કે જેનાથી તપાસ પ્રક્રિયામાં ગરબડ કરનારા વિરુદ્ધ બચાવપક્ષની પ્રક્રિયા પ્રભાવિત થતી હોય.
પીએનબીના મોટા કરજદાર જાણીજોઈને કરજ નથી ચૂકવી રહ્યા. મોટા કરજદારોની રકમ એપ્રિલના અતં સુધીમાં વધીને ૧૫,૧૯૯.૫૭ કરોડ થઈ ગઈ છે. કૌભાંડ અને ફસાયેલા કરજને પગલે ૨૦૧૭–૧૮ની જાન્યુઆરી–માર્ચ ત્રિ–માસિકમાં પીએનબીને ૧૩,૪૦૦ કરોડથી વધુનું રેકોર્ડબ્રેક નુકસાન થયું છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY