બેંકનો છબરડો,વેપારીને પધરાવી એક જ બાજુ છપાયેલી ૨૦૦ની નોટ

0
85

અમરેલી,
તા.૧૪/૦૩/૨૦૧૮

૨૦૦ની નોટના બંડલમાં બે નોટ એક જ બાજુ છપાયેલી નીકળી

હજુ નવી છપાયેલી ૨૦૦ની નોટો લોકો સુધી પહોંચી નથી ત્યાં તો બેંકો દ્વારા એક જ બાજુ છપાયેલી નોટો પધરાવવાનું શરૂ કરી દીધું છે. અમરેલીમાં એક વેપારીને ૨૦૦ના બંડલમાં બે નોટો એક જ બાજુ છપાયેલી નીકળતા બેંકના સત્તાધિશોને રજૂઆત કરી હતી. પરંતુ સત્તાધિશો દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં ન આવતા રોષની લાગણી જાવા મળી હતી.

અમરેલીમાં રહેતા વેપારી નિલેશભાઇ દેસાઇને બેંક દ્વારા ૨૦૦ની નોટનું બંડલ આપવામાં આવ્યું હતું. પરંતુ વચ્ચે બે નોટ એક જ બાજુ છપાયેલી નીકળી હતી. આથી તેણે બેંકના સત્તાધિશોને પણ રજૂઆત કરી હતી પરંતુ સત્તાધિશોએ ધ્યાન આપતા રોષ ભભૂકી ઉઠ્યો હતો. બેંકના સત્તાધિશોએ એવું જણાવ્યું હતું કે, ખેડૂતો પાસેથી આ પ્રકારની નોટો આવી હોવાનું જણાવ્યું હતું. બેંકના કર્મચારીઓ અને અધિકારીમાં દોડધામ મચી ગઇ હતી અને તપાસ કરવા વેપારીએ માંગ ઉઠાવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY