બળજબરી પૂર્વકના સેક્સ સંબંધ તલાક માટે આધાર

0
22

ચંદીગઢ,
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું છે કે બળજબરીપૂર્વકના સેક્સ સંબંધો તલાક માટેના આધાર હોઈ શકે છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આ ચુકાદામાં અનેક મહત્વના તારણો આપવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું છે કે બળજબરીપૂર્વક સેક્સ સંબંધો ઉપરાંત ગેરકાયદે સેક્સ સંબંધો પણ તલાક માટેના આધાર તરીકે છે. નીચલી કોર્ટના આ મામલા પર સુનાવણીનો ઈનકાર બાદ હાઈકોર્ટમાં આ મામલો પહોંચ્યો હતો. નીચલી કોર્ટે ઈનકાર કરી દીધાના ચાર વર્ષ બાદ હાઈકોર્ટે ભટીંડાની એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી તલાકની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. નીચલી કોર્ટે કહ્યું હતું કે તેના પતિએ તેની સાથે સૃષ્ટી વિરૂદ્ધના સેક્સ સંબંધો સ્થાપિત કર્યા હતા. તે બાબત પુરવાર કરવાની જરૂર હતી. જેથી મામલો હાથ ધરી શકાયો ન હતો. આ સંબંધમાં કોઈ તબીબી પુરાવા પણ આપવામાં આવ્યા નથી. જસ્ટીસ એમએમએસ બેદી અને હરિપાલન વર્માની બનેલી બેચે કહ્યું હતું કે કેટલીક વખત એવું બને છે કે અરજી કરનારના દાવાને ખોટી રીતે ફગાવી દેવામાં આવે છે. ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બળજબરીપૂર્વક સંબંધો અથવા તો સૃષ્ટી વિરૂદ્ધના સંબંધો માટે પતિ-પત્નીને ફરજ પાડવામાં આવે છે. જેના કારણે ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. ચોક્કસપણે આ સંબંધ ખતમ કરવા અથવા તો તલાક માટેના આધાર રહી શકે છે. કોમ્પ્યુટર સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં ધરાવનાર યુવતીના લગ્ન બિહારના નિવાસી સાથે ૨૦૧૭માં થયા હતા. તેમને એક બાળક પણ છે. યુવતીની અરજી મુજબ તેના પરિવાર તરફથી દહેજ પણ આપવામાં આવ્યું હતું.
યુવતીના પરિવારને કહેવામાં આવ્યું હતું કે યુવક એÂન્જનિયર છે જે બાબત ખોટી સાબિત થઈ હતી. આ યુવક પોતાની શારીરીક ઈચ્છાઓને પુરી કરવા માટે યુવતી સાથે મારામારી કરતો હતો. યુવતીના આક્ષેપો ખૂબ ગંભીર હોવાના તારણ કોર્ટે આપ્યા છે.

S.S.S

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY