૩૦,૦૦૦ બાળકોની શૈક્ષણિક કારકિર્દી સાથે ગ્રાન્ટને મામલે ચેડાં થઇ રહ્યાં છે

0
12

અમદાવાદ,
રર અને ર૩ જૂને કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ધામધૂમથી પ્રવેશોત્સવ ઉજવાશે. ફરી એક વખત વધુ બાળકો મ્યુનિસિપલ શાળાઓમાં પ્રવેશ લઇ રહ્યાં હોવાનાં ઢોલ નગારાં પીટાશે. મેયર સહિતના પદાધિકારીઓ રાબેતા મુજબ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહભાગી થશે, પરંતુ શહેર વિસ્તારના ૩૦,૦૦૦ બાળકોની શૈક્ષણિક કારકિર્દી સાથે ગ્રાન્ટને મામલે ચેડાં થઇ રહ્યાં છે.
છેલ્લા પાંચ વર્ષથી મ્યુનિસિપલ શાળામાં ઉત્તમ શિક્ષક અને સુવિધાસભર શાળાના મકાન હોઇ વધુને વધુ વાલીઓ પોતાના બાળકને અભ્યાસ માટે મોકલાવી રહ્યા છે. પરિણામે ગત વર્ષ કરતાં આ વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા બાળકોની સંખ્યા વધશે તેવો સત્તાધીશો દાવો કરી રહ્યા છે.
ખાસ તો ખાનગી શાળાઓની મોંઘીદાટ ફીના કારણે વાલીઓ મ્યુનિસિપલ શાળા તરફ આકર્ષાઇ રહ્યા છે. અત્યારે મ્યુનિસિપલ તંત્ર હસ્તક ર૩૪ બિÂલ્ડંગની ૩૭૧ શાળામાં કુલ ૧.રપ લાખ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે, પરંતુ જા જિલ્લા પંચાયત હસ્તકની શાળાનો હવાલો મ્યુનિસિપલ સત્તાવાળાઓને સોંપાય તો તંત્રને વધુ ૩૦,૦૦૦ બાળકના અભ્યાસની જવાબદારી ઉપાડવી પડે તેમ છે. આ ઉપરાંત ૧ર૦૦ શિક્ષક-શિક્ષિકાઓનો પગાર ખર્ચ મળીને એક અંદાજ પ્રમાણે મહિને રૂ.ર૦ કરોડનો આર્થિક બોજ પડે તેમ છે.
જાકે આ સમગ્ર મામલો ગ્રાન્ટના મામલે અટકયો છે. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ૮૦ ટકા ગ્રાન્ટ ચૂકવવાની બાબત પર ભાર મુકાઇ રહ્યો છે, પરંતુ મ્યુનિસિપલ સત્તાવાળાઓ ૧૦૦ ટકા ગ્રાન્ટ માગી રહ્યા છે. આ અંગે પાંચ વર્ષ અગાઉ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સત્તાધીશો દ્વારા શિક્ષણ મંત્રાલયને પત્ર પણ લખાયો હતો. જાકે ત્યાર બાદ આ દિશામાં કોઇ પ્રગતિ થઇ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY