સોમનાથ મહાદેવ મંદિરમાં નિર્માતા આશિતે દર્શન કર્યા

0
119

અમદાવાદ,તા. ૨૮
નીલા ટેલિફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત સોની સબ ટીવી પર લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ૨૫૦૦ એપિસોડ પૂરા થતાં નિર્માતા આશિતકુમાર મોદી દ્વારા ગુજરાતના સુપ્રસિધ્ધ જયોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ભોળાનાથની પૂજા અર્ચના કરી મહાપૂજા કરવામાં આવી હતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીરીયલની ટીમ દ્વારા પણ સોમનાથ મહાદેવની મહાઆરતીના દર્શન કરવામાં આવ્યા હતા. તો, સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું કેટલુંક શૂટીંગ કરવામાં આવ્યું હતું. સીરીયલના નિર્માતા આશિતકુમાર મોદી અને સીરીયલમાં પોલીસનો અભિનય કરનાર દયાશંકર પાંડે સહિતના સીરીયલના અન્ય કલાકારોએ સોમનાથ મહાદેવની સતત આઠ કલાકની મહાપૂજામાં ભાગ લીધો હતો અને ભારે ભકિતભાવ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિર્માતા આશિતકુમાર મોદી સહિતના કલાકારોએ સીરીયલની લોકપ્રિયતા વધુ વધે અન ેતેની સફળતા આગળ વધે તેવા આશીર્વાદ પણ લીધા હતા. આ પ્રસંગે સોમનાથ મહાદેવના ટ્રસ્ટી પી.કે.લહેરી અને ડિરેકટર માલવ રાજદા દ્વારા નિર્માતા અને તેમની ટીમના સભ્યોનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. નિર્માતા આશિતકુમાર મોદીએ સીરીયલની સફળતાનો શ્રેય સોમનાથ દાદાને અર્પણ કર્યો હતો અને સીરીયલનું શૂટીંગ મંદિર પરિસરમાં કરવામાં સાથ-સહકાર આપવા બદલ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ અને પોલીસ વિભાગનો આભાર માન્યો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો તા.૨૯મી જૂન,૨૦૧૮ના રોજ સીરીયલની ઐતિહાસિક ઉજવણી અને સોમનાથ મહાદેવ મંદિરના આશીર્વાદ પ્રાપ્ત કરતાં એપિસોડની મોજ માણી શકશે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY