અમદાવાદ,
તાજેતરમાં સરકારે ગુજરાતની રૂપાણી સરકારને અસ્થિર કરવાના કાવતરાની તપાસ સાયબર ક્રાઈમને સોંપવામાં આવી છે. આ મામલે જેમના પર શંકાની સોય છે એવા પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જા સરકાર અસ્થિર કરવા અંગેના કાવતરાની સાયબર ક્રાઇમ દ્વારા સાચી તપાસ કરવામાં આવશે તો તેમાં નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાના નજીકના વ્યક્તિઓ પણ પકડાશે. સરકારમાં તાકાત હોય તો આ મામલે સાચી તપાસ કરી બતાવે.
હાર્દિક પટેલે આ અંગે વધુમાં ઉમેર્યું કે, સાયબર ક્રાઇમની તપાસમાં સરકારે જે કરવું હોય તે કરી શકે છે. જા મને બોલાવશે તો હું તપાસ માટે સામેથી જઈશ. સરકાર મારી ધરપકડ કરશે તો હું જામીન પણ લઈશ નહિં. જા સરકારે ખરેખર તપાસ કરવી હોય તો છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં અને છેલ્લાં ચાર વર્ષથી કેન્દ્રમાં જુઠ્ઠાણાઓ ફેલાવનારી ભાજપ સરકાર સામે કરવી જાઈએ.
આ પહેલા ૧૪ જૂનના રોજ રાજકોટમાં હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે, સીએમ રૂપાણીનું રાજીનામું લઈ લેવાયું છે, આગામી ૧૦ દિવસમાં નવા સીએમ તરીકે પાટીદાર કે ક્ષત્રિય સમાજમાંથી બનશે. હાર્દિકે જણાવ્યું હતું કે, ૧૩ જૂનના રોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે અને આગામી સમયમાં તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવશે. આગામી સીએમ તરીકેનો ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર હશે. જેમાં હાર્દિકે પ્રદિપસિંહ જાડેજા અને ભીખુભાઇ દલસાણીયાના નામ સીએમના દાવેદાર માટે લીધા હતા.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




