આજે સવારે બે કલાકના બ્લોક બાદ કાલે સવારે પણ બે કલાક સુધી રેલવે વ્યવહાર બંધ રહેશે
સુરત, તા. ૨૫
ઉધના-લીંબાયત રેલવે અોવર બ્રીજ માટે આજે પિમ રેલવે દ્વારા સવારે ૧૧.૩૦ થી બપોરે ૧.૩૦ સુધી સુરત-મુંબઈ મુખ્ય લાઈન પર ઉધનાથી ભેસ્તાન વચ્ચે બ્લોક જાહેર કર્યો છે. મનપાના બ્રીજ વિભાગ દ્વારા બે મહાકાય ક્રેનની મદદથી ગર્ડર ચઢાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા લીંબાયત વિસ્તારની વર્ષો જૂની ગરનાળાïની સમસયાથી છુટકારો મેળવવા માટે ઉધના-લીંબાયત વચ્ચે રેલવે ફ્લાય અોવર બ્રીજનું નિર્માણકાર્ય શરૂ કર્યુ છે. ઉધના રોડ નંબર ઝીરોથી શરૂ થતો ફ્લાય અોવર બ્રીજ લીંબાયતમાં રતનચોક પાસે પૂરો થાય છે. આ બ્રીજ માટે પાલિકા દ્વારા બંને છેડે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગરનાળા પાસે મુંબઈ લાઈન અને ભુસાવલ લાઈન ઉપર ગર્ડર મુકવા માટે પાલિકા દ્વારા બ્લોકની માંગણી કરવામાં આવી હતી. લાંબો પત્રવ્યવહારï અને રૂબરૂ સંપર્ક બાદ પિમ રેલવે દ્વારા સુરત મુંબઈ મુખ્ય લાઈન પર ઉધના-ભેસ્તાન વચ્ચે આજે ૨૫મી અને કાલે ૨૬મી અોક્ટોબરે સવારે ૧૧.૩૦ થી બપોરે ૧.૩૦ સુધી સતત બે દિવસ માટે બે કલાકનો બ્લોક જાહેર કર્યો છે. આ સમયગાળા દરમ્યાન પાલિકાએ મુખ્ય લાઈન ઉપર ગર્ડર ચઢાવવાની કામગીરી પૂર્ણ કરવાની રહે ચે. આજે સવારે ૧૧.૩૦ કલાકે બ્લોક જાહેર થતાની સાથે જ પાલિકાએ અગાઉથી પૂર્વ તૈયારીના ભાગરૂપે બે ક્રેન તૈયાર રાખી હતી. જે ગર્ડર મુકવાના છે તેની પસંદગી કરીને સ્ટેન્ડ બાયના મુકવામાં આવ્યા હતા. આજે અને કાલે બે દિવસમાં મુખ્ય લાઈન ઉપર ગર્ડર મુકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ ભુસાવલ લાઈન ઉપર ગર્ડર મુકવા માટે રેલવે પાસે બ્લોક માંગવામાં આવશે જે સરળતાથી મળી રહે તેમ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






