બારડોલી,તા.૨૨
બારડોલી પાસે આઇસર ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇક ઉપર સવાર પતિ અને પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન પતિનું મોત થયું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે પતિ-પત્ની બાઇક ઉપર લિંબાયતથી મહારાષ્ટ્રના નાસિક ભાઇના સસરાના બેસણામાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા. ત્યારે આઇસર ટેમ્પાએ ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને આઇસર ટેમ્પો ચાલક ગાડી છોડી ફરાર થઇ ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તરના વિનોબાનગરના ૩૭ વર્ષીય સુભાષ કારભારી કામળે અને ૩૪ વર્ષીય પત્ની અરુણા કામળે બાઇક ઉપર લિંબાયતથી મહારાષ્ટ્ર નાસિક જઇ રહ્યા હતા. આ સમયે બારડોલી દસ્તાન ફાટક પાસે આઇસર ટેમ્પોએ દંપતીના બાઇકને અડફેટે લીધું હતું. જેના પગલે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી પતિ પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પતિનું મોત નીપજ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે પતિ-પત્ની બાઇક ઉપર લિંબાયતથી મહારાષ્ટ્રના નાસિક ભાઇના સસરાના બેસણામાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




