બારડોલી રેલ્વે સ્ટેશન પરિસરમાં આવેલી ચાની દુકાનમાંથી છ મહિનાનું બાળક મળ્યું

0
80

બારડોલીના તેન રોડ પર રેલ્વે સ્ટેશન પરિસરમાં આવેલી કાચી દુકાનો પૈકી એક ચાની દુકાન ભવાની ટી સ્ટોલમાંથી સોમવારે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે એક બાળક મળી આવ્યું હતું. ટી સ્ટોલના માલિક ભગતસિંહ મનોહરસિંહ રાજપૂતે દુકાન ખોલતા જ તેની નજર બાળક પર પડી હતી. આથી તેમણે આજુબાજુના દુકાનદારો અને પોલીસને જાણ કરી હતી. જોતજોતામાં લોકો એકત્ર થઈ ગયા હતા. લોકોએ બાળકને જન્મ આપનાર નિષ્ઠુર માતા પર ફિટકાર વરસાવ્યો હતો. સ્થળ પર પહોંચેલી બારડોલી પોલીસે બાળકને 108 એમ્બ્યુલન્સની મદદથી સરદાર સ્મારક હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જ્યાં ઈમરજન્સી વિભાગમાં પ્રાથમિક સારવાર બાદ તેને હાલ પીડિયાટ્રિશિયન વિભાગમાં ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. ઈમરજન્સી વિભાગના ડૉ. કનુ પટેલે બાળક તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કિસ્સામાં ભલે માવતર કમાવતર થઈ હોય પરંતુ આજે કળિયુગમાં પણ માનવતા મરી પરવારી નથી, તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં જોવા મળ્યું હતું. બાળકને હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ બાળકોના વોર્ડમાં રાખવામાં આવ્યું છે. જ્યાં એક બીમાર બાળકીને હોસ્પિટલમાં લઈને આવેલ કામરેજ તાલુકાનાં ખાનપુર ગામની તનુજા નામની મહિલાની મમતા લાવરિસ બાળકને જોઈને છલકાઈ આવી હતી. તેણીએ તાત્કાલિક બાળકને પોતાનું ધાવણ આપી લાવારિસ બાળકને માતાની હૂંફ આપી હતી. ગરીબ આદિવાસી મહિલાની આ દરિયાદિલી જોઈને હોસ્પિટલમાં ઉપસ્થિત લોકોએ પણ તેની સરાહના કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY