સુરત જિ.પં.ની ક્રિકેટ ટુર્નામેન્ટનો પાંચ દિવસનો ખર્ચ રૂ.૨૦ લાખ!

0
106

બપોરના ફૂડ પેકેટના રૂ.૩ લાખ, રહેઠાંણ સ્થળ પર ચા-નાસ્તો અને રાત્રી ભોજનના રૂ.૩.૬૦ લાખનો ખર્ચ કારોબારીમાં મંજુર

બારડોલી, તા. 26 ફેબ્રુઆરી 2018, સોમવાર
સુરત જિલ્લા પંચાયતના યજમાન પદે ૨૭ મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનો પાંચ દિવસનો ખર્ચ રૃ. ૨૦ લાખ જિલ્લા કારોબારી સભામાં મંજુર કરવામાં આવ્યો છે. પાંચ દિવસની ટુર્નામેન્ટમાં રાજ્ય સરકારના મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહના રૃ. ૩.૬૦ લાખ અને બપોરના ફુડ પેકેટ રૃ. ૩ લાખના ખર્ચે બન્યા હતા.
સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે કારોબારી અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાંસીયાના પ્રમુખપણા હેઠળ કારોબારી સભા મળી હતી. જેમાં સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટના ખર્ચની વિગતો મંજુરી માટે રજૂ થઈ હતી. જે અંદાજપત્રમાં આઈટમ નં.- ૧૪ સદરે રીવાઈઝડ જોગવાઈ રૃ. ૨૦ લાખ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યની ૩૦ પંચાયતના કર્મચારીઓ- અધિકારીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત સરકારના મંત્રી અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યાં હતાં. સમારોહ બાદ તા. ૯-૨-૧૮ થી તા. ૧૩-૨-૧૮ સુધી ટુર્નામેન્ટ યોજાઈ હતી.
આ ટુર્નામેન્ટનો કારોબારી સભામાં રજૂ થયેલા ખર્ચ અંગે ભાજપના કેટલાક સભ્યોએ અવાજ ઉઠાવતા ગણગણાટ શરૃ થયો છે. જેમાં બપોરના ફુડપેકેડ રૃ. ૩ લાખ અને સમારોહ માટે સ્ટેજ, ખુરસી વિગેરેનો ખર્ચ રૃ. ૩,૬૦,૦૦૦નો મુકવામાં આવ્યો છે. ઉપરાંત રહેઠાણ સ્થળ પર ચા-નાસ્તો અને રાત્રી ભોજન રૃ.૨,૩૬,૨૫૦નો રજૂ કર્યો છે. ક્રિકેટ ટુર્નામેન્ટ પાછળના ખર્ચના હિસાબ ભાજપના સભ્યોમાં ચર્ચાસ્પદ બન્યો છે અને જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોને પણ રજૂઆત કરતા આગામી પાંચ દિવસમાં રૃ. ૨૦ લાખનો ખર્ચ ભાજપમાં ચર્ચાસ્પદ સાથે વિપક્ષ કોંગ્રેસની પ્રતિક્રિયા રસપ્રદ બની શકે તેમ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY