જંબુસર બીએપીએસ મંદિર ખાતે મહિલા સંમેલન યોજાયું.

0
227

જંબુસર:

આજરોજ સ્વામિનારાયણ સંસ્થા બી એ પી એસ મંદિર જંબુસર સભા સભાખંડ ખાતે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી મહિલા પ્રવૃત્તિ દ્વારા રાખવામાં આવી હતી, સદર ઉજવણીનું દિપપ્રાગટ્ય ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું, પ્રેરક વીડિયો દ્વારા બીએપીએસ સંસ્થાનો પરિચય સ્ત્રી સશક્તિકરણ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત મહિલાઓ દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સાચી પ્રગતિ કોને કહેવાય પ્રગતિથી શાંતિ વધે પરસ્પર પ્રેમ વધે ધર્મભાવના વધે આધ્યાત્મિકતા વધે તે જ સાચી પ્રગતિ છે. આપણે સમાજની બદીઓ સામે સ્વરક્ષા કરીએ શાશ્વત શાંતિ મેળવવા આધ્યાત્મિક પ્રગતિ કરવી જોઈએ આવી માનવથી સાંપ્રત કારના ઉચ્ચ કક્ષાના આધુનિક માનવોએ પ્રગતિનો જ વિચાર કર્યો છે. ભગવાન સ્વામીનારાયણે પોતાના આશીર્વચનમાં એક પત્ની કે એક પતિનો આદેશ આપી ધર્મ મર્યાદાની ધ્વજા લહેરાવી હતી સામાજિક બદીને રોકવા શિક્ષાપત્રીમાં ઉલ્લેખ કરેલ છે સાચી પ્રગતિ કરવી હોય તો સ્ત્રી હોય કે પુરૂષ તેણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ યુક્ત એકાંતિક ધર્મનું પાલન કરવું જોઈએ આ પ્રસંગે આ તાપી સંસ્થાના સંચાલક નાંદી ફાઉન્ડેશનના સંચાલક ગજેરા મહિલા અગ્રણી સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: હારીન પટેલ, જંબુસર.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY