નર્મદા આરોગ્ય વિભાગ નું જુઠાણું સામે આવ્યું ..! રોગ નિયઁત્રણ અધિકારીના ગપગોળા છતાં થયા 

0
183

રાજપીપલા:
નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર પાસેના બારખડી ગામમાં છેલ્લા એક અઠવાડિયા જેવા સમય માં દસેક બાળકો ને ઝાડા ઉલ્ટી થવા ની ફરિયાદ ઉઠતા નજીકના સરકારી દવાખાને કે રાજપીપલા સિવિલ ખાતે સારવાર લીધી હોવાનું આધારૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ત્યારે આ બાબતની ખરાઈ કરવા રોગ નિયંત્રણ અધિકારી ર્ડો.કશ્યપ નો સંપર્ક કરતા તેમને જણાવ્યું કે હું ત્યાં ગામમાંજ જઇ રહ્યો છુ ત્યારબાદ એમ જણાવ્યું કે ફક્ત આઠ મહિનાના એક બાળકને ડાયરિયા ની તકલીફ હતી 

જોકે સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે સાત જેવા નાના એટલેકે બાળકો ને તકલીફ હતી અને એમને સરકારી દવાખાનેજ સારવાર લીધી હતી ત્યારે સાચું કોણ…? શું નર્મદા આરોગ્ય વિભાગ ના  અધિકારીઓ આ બાબતે આકડો છુપાવવા પ્રયાસ કરે છે …? કે પછી એમની પાસે પૂરતી માહિતી નથી અને જો ગામની સ્થળ તપાસ કરાઈ તો શું પગલાં લીધા…? હાલ પડી રહેલી આકરી ગરમીમાં ડાયરિયા જેવી તકલીફ ક્યારેક નાના બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે ત્યારે ર્ડો.કશ્યપ જેવા અનુભવી અધિકારી સાચા કે અન્ય આધારભૂત સૂત્રો ની માહિતી સાચી એ એક મોટો પ્રશ્ન છે ત્યારે એક અઠવાડિયા થી ચાલી રહેલી તકલીફ થી અધિકારીઓ અજાણ હતા ..? એ પણ એક સવાલ છે .ર્ડો.કશ્યપ આજે ત્યાં ગયા ત્યાં સુધીમાં અન્ય બીમાર બાળકો સાજા થઈ ગયા હોઈ શકે છે.જોકે આ માટે જિલ્લા આરોગ્ય અધિકારી નો સતત સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો ત્યારે શું સમજવું….?

રોગ નિયંત્રણ અધિકારી ની વાત ખોટી સાબિત થઈ,રાજપીપલા સિવિલ ના તબીબની વિરોધાભાસ વાત સામે બારખડી ગામ માટે આરોગ્ય વિભાગ ના દાવા ખોટા આ બાબતે રાજપીપલા સિવિલ હોસ્પિટલ ના આર.એમ.ઓ.ર્ડો.કોઠારી એ જણાવ્યું કે બારખડી ગામ ના આજેજ ત્રણ બાળકો સ્ટુલ ( ઝાડા ) ની તાપસ માટે આવ્યા હતા છતાં આગળના આંકડા જોઈએ તો અમારા બાળકો ના ર્ડો.ને પૂછો ત્યારે આ બાબતે બાળરોગ નિષ્ણાત ર્ડો.શ્રેયસ શાહ સાથે વાત કરતા એમ જાણવા મળ્યું કે છેલ્લા 15 દિવસ માં બારખડી ગામના 6 થી 12 મહિના ના નાના બાળકો ડાયરિયાના લઘભગ 10 જેવા આવ્યા છે અને હજુ ચાલુજ છે ત્યારે બેવડી ઋતુ ,આકરી ગરમી અથવા અમુક કુપોષિત બાળકો હોવાના કારણે આ તકલીફ ઉભી થઈ હોય શકે છે આ બાબતે સેમ્પલો પણ લેવાય હતા 

ત્યારે સવાલ એ થાય છે કે સારવાર કરનાર બાળકોના તબીબ જો સાચો આંકડો આપી તમામ માહિતી સાચી આપતા હોય તો રોગ નિયંત્રણ અધિકારી ર્ડો.કશ્યપ કેમ ઢાકપીછોડો કરી રહ્યા છે શું 15 દિવશ થી ચાલી આવતી આ તકલીફ બાબતે આરોગ્ય વિભાગે કોઈ નક્કર પગલાં લીધા છે…? કે સબ સલામત હોવાના દાવા કરી લોકોને ગેરમાર્ગેજ દોર્યા હશે …? જિલ્લા કલેક્ટર કે આરોગ્ય અધિકારી આ બાબતને ગઁભીરતાથી લઈ યોગ્ય પગલાં લેશે…?

રિપોર્ટર- નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY