લાંચ કેસના ઝડપાયેલા અકતેશ્વરના સરપંચને હોદ્દા પરથી દૂર કરવા રજુઆત

0
114

રાજપીપળા:
ગરૂડેશ્વરની અકતેશ્વર પ્રા.શાળાના મુ.શિક્ષક અને ગ્રામ પંચાયતના સરપંચ દિપક સુરેશ તડવીએ બે વિદ્યાસહાયકો પાસેથી બાકી નિકળતો પગાર ચૂકવવા લાંચ માંગી હતી. બાદ બન્ને જણ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા. ત્યારે અકતેશ્વરના સરપંચને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા ગ્રામ પંચાયતના સભ્યોએ નર્મદા કલેકટરને રજુઆત કરી છે.
અકતેશ્વર ગ્રામ પંચાયતના સભ્યોએ પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે અમારા ગામની પ્રા. શાળાની બે વિદ્યાસહાયક બહેનોએ 8-9 મહિનાનો પગાર લેવાનો બાકી હતો.તો એ પગાર ચૂકવવા શાળાના મુ.શિક્ષક અને સરપંચ દિપક સુરેશ તડવીએ એ બે બહેનો પાસે 17 હજારની લાંચ માંગી હતી.બાદ મુ.શિક્ષક અને સરપંચ એ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતો.ચૂંટાયેલો સરપંચ લાંચ લેતા ઝડપાય એ શરમજનક કહેવાય.તેઓ હાલ જેલમાં છે અને એમના જામીન પણ ના મંજુર થયા છે.ગ્રામજનો અગાઉ એમને ટ્યુબવેલ ચાલુ કરવા અરજી આપવા ગયા હતા.ત્યારે પણ સરપંચે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ઝઘડો કર્યો હતો તેઓ આ હોદ્દાને લાયક ન હોવાથી એમને તાત્કાલિક સરપંચ પદેથી ઉતારી લેવા વિનંતી કરી હતી.

રિપોર્ટર-  નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY