દિલ્હીમાં છેલ્લા ૪ દિવસમાં બિમારીથી ૧૨ બાળકોના મોત

0
32

ન્યુ દિલ્હી,તા.૨૧
દિલ્હીમાં છેલ્લા ૪ દિવસમાં ડિપ્થેરિયા બિમારીથી ૧૨ બાળકોની મોત થઇ છે. ડોક્ટોરો મુજબ આ બિમારી એવા બાળકોમાં જાવા મળે છે જેમને એન્ટી ડિપ્થેરિયાની રસી અપાઇ નથી. આ સંક્રમણથી ફેલાતી બિમારી છે જે વધારે પડતી ૨ થી ૧૦ વર્ષના બાળકોમાં જાવા મળે છે. ડોક્ટરો મુજબ દર વર્ષે સપ્ટેમ્બરમાં ડિપ્થેરિયાના બેક્ટેરિયા સક્રિય થાય છે અને આ વર્ષે ૨૫૦થી વધુ ડિપ્થેરિયાના દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થઇ ચુક્્યા છે. રિપોર્ટ અનુસાર દર વર્ષે દાખલ થતા કેસોમાંથી ૧૫ થી ૨૦ ટકા દર્દીઓની મોત થાય છે અને આ દર વર્ષનો આંકડો છે.
ડિપ્થેરિયા એક પ્રકારના ઇન્ફેક્શનથી ફેલાતી બિમારી છે જે સામાન્ય રીતે બાળકોમાં થાય છે પરંતુ વયસ્ક લોકો પણ તેનો ભોગ બની શકે છે. ડિપ્થેરિયા કોરીનબેક્ટેરિયમ નામના બેક્ટેરિયાથી ફેલાય છે. જેમાં સૌપ્રથમ ગળાના ભાગમાં ઇન્ફેક્શન ફેલાય છે અને વધતા વધતા શ્વાસનળી સુધી ફેલાય જાય છે. જેનાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આગળ જતા સંક્રમણમાંથી પસ નિકળવા લાગે છે જે લોહીમાં ભળીને મગજ અને હ્રદય સુધી પહોંચી નુકસાન કરે છે. આ પરિસ્થિતિમાં દર્દીની મોત થવાની સંભાવનાઓ વધી જાય છે. ડિપ્થેરિયા ચેપી હોવાથી સરળતાથી આસપાસ અને સંપર્કમાં રહેતા લોકોમાં ફેલાય જાય છે.
બાળકોને ડિપ્થેરિયાથી રક્ષણ આપવા માટે નિયમિત રસીકરણ જ એકમાત્ર વિકલ્પ છે. જન્મ બાદ ૪ વર્ષ સુધી નિયમિય ડીટીપી(ડિપ્થેરિયા, પરટૂટસ અને ટિટનેસ) રસી આપવામાં આવે છે. જે પછી ડિપ્થેરિયાની સંભાવનાઓ ઓછી થઇ જાય છે. રસીની અસર ૧૦ વર્ષ સુધી રહે છે આથી ૧૨ વર્ષની ઉમરે બીજી વાર ડિપ્થેરિયાની રસી આપવી હિતાવહ રહે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY