આતંકવાદીથી પ્રભાવિત થઈ યુવતીએ કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવી સુહાગ રાત

0
17

બર્લિન,તા.૨૦
ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીથી પ્રભાવિત થઈને તેની સાથે લગ્ન કરવા જર્મની છોડીને સીરિયા ભાગી ગયેલી મહિલા આખરે જર્મની પરત ફરી છે.
૨૬ વર્ષીય મહિલાએ પાછા ફર્યા બાદ જે ખુલાસા કર્યા છે તે એટલા જ ચોંકાવનારા છે. તુર્કિશ મૂળની મહિલાએ સુરક્ષા એજન્સીઓને ક્હ્યું હતુ કે મારિયો નામના યુવકની સાથે મારી ઓનલાઈન મુલાકાત થઈ હતી. લશ્કરી યુનિફોર્મ, દાઢી અને હાથમાં હથિયારો સાથે આકર્ષક દેખાતા મારિયોએ મહિલાને પ્રભાવિત કરી નાંખી હતી. એ પછી મહિલા તેની સાથે લગ્ન કરવા માટે સીરિયા જતી રહી હતી.
મહિલાનુ કહેવુ છે કે આતંકવાદી સાથે લગ્ન કર્યા બાદ પહેલી રાત એવા રૂમમાં પસાર કરી હતી જેનો ઉપયોગ કિયારેક ટોર્ચર રુમ તરીકે થતો હતો. રૂમમાં છત પરથી કેદીઓને બાંધવા માટેની સાંકળો લટકી રહી હતી અને દિવાલો પર લોહીના ધબ્બા હતા. આસપાસનો માહોલ ભારે બિહામણો હતો. મને ઈચ્છા નહોતી પણ બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવી હતી.હું તો ત્યાં સીરિયાના બાળકોની મદદ કરવા માંગતી હતી પણ ૨૦૧૫માં મારો પતિ મને લઈને ઈરાક જતો રહ્યો હતો.જ્યાં મેં પુત્રને જન્મ આપ્યો હતો.
મહિલાનુ કહેવુ છે કે એ પછી મારા મારિયો સાથે ઝઘડા થવા માંડ્યા હતા અને આખરે બ્રેકઅપ થઈ ગયુ હતુ.એ પછી ઈસ્લામિક સ્ટેટના અન્ય એક કુખ્યાત આતંકવાદી અબૂ સલાહુદ્દીન સાથે મેં લગ્ન કર્યા હતા પણ લશ્કરી કાર્યવાહીમાં અબૂ મોતને ભેટ્યો હતો. આથી હું મારા પહેલા પતિ પાસે પાછી ફરી હતી. મારા પહેલા પતિને ઈસ્લામિક સ્ટેટે જાસૂસીના આરોપમાં મોતને ઘાટ ઉતાર્યો હતો.
પાછળથી મહિલા જેમ તેમ કરીને તુર્કી પહોંચી હતી. તુર્કીની જેલમાં રખાયા બાદ ૨૦૧૭માં તેને જર્મની મોકલી દેવાઈ હતી. હાલમાં પણ તે જર્મનીમાં સુરક્ષા એજન્સીઓની નજર હેઠળ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY