અખિલેશ રાજમાં મૃત્યુ પામેલા ૪૩ હજાર લોકોને પેન્શન આપવામાં આવતું…!!

0
16

લખનઉ,તા.૧
ઉત્તર પ્રદેશમાં અખિલેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પેન્શન યોજનામાં કરોડોનો ગોટાળો કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક અહેવાલ મુજબ આ યોજના હેઠળ મૃત્યુ પામેલાં ૪૩,૦૦૦ લોકોને પેન્શન આપવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. પેન્શનની આ ચૂકવાયેલી રકમ કરોડોમાં થવા જાય છે. રાજ્ય સરકારે યુપી વિધાનસભામાં આ માહિતી આપી હતી. એસપી ધારાસભ્ય નરેન્દ્ર વર્માએ સરકારને પ્રશ્ન પૂછયો હતો કે સત્તારૂઢ ભાજપ સરકાર દ્વારા પેન્શન સ્કીમ ચાલુ રાખવામાં આવી છે કે બંધ કરાઈ છે. જવાબમાં યુપીના સમાજકલ્યાણપ્રધાન રમાપતિ શાસ્ત્રીએ કહ્યું હતું કે અગાઉની સપા સરકાર દ્વારા અમલી કરાયેલી આ યોજનામાં અનેક ગેરરીતિઓ જણાઈ આવતાં હાલ આ સ્કીમ સ્થગિત કરાઈ છે.
આ સ્કીમમાં કુલ ૫૦ લાખથી વધુ લાભાર્થીઓ હતા, જેમાંથી આશરે ૪ લાખ યોગ્યતા નહીં ધરાવતાં લોકોને તેમજ મૃત્યુ પામેલાં ૪૩,૦૦૦ લોકોને પેન્શન ચૂકવાતું હતું. ૨૦૧૨માં યુપીમાં સત્તા પર આવ્યા પહેલાં સપા સરકારે લોકોના મત મેળવવા આ સ્કીમ શરૂ કરવાનું વચન આપ્યું હતું. આમાં જે ગરીબ વ્યક્તિ કોઈ આવક ધરાવતી ન હોય તેને દર મહિને રૂ. ૫૦૦ આપવાની જાગવાઈ હતી, જેમાં દર વર્ષે રૂ. ૫૦નો વધારો કરીને દર મહિને મહત્તમ રૂ. ૭૫૦ સુધીની રકમ આપવાની જાગવાઈ કરાઈ હતી.
કુલ ૫૦ લાખ લાભાર્થીઓમાં ૨૨ લાખ ઓબીસીના, ૧૦ લાખ મુસ્લિમો, ૧૫ લાખ દલિતો અને ૪ લાખ સવર્ણો હતાં. ૬૨ જિલ્લામાં ગેરરીતિઓ આચરવામાં આવી હતી. હજી ૧૩ જિલ્લામાં તપાસ કરવાની બાકી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY