પુલવામા એટેક : ક્રિકેટર આફ્રિદી ઇમરાન ખાનનાં સમર્થનમાં ઉતર્યા

0
30

કરાંચી,તા.૨૦
જમ્મુ-કાશ્મીરના પુલવામા એટેક બાદ ભારતના ક્રિકેટ ખેલાડી એવી માંગણી કરી રહ્યા છે કે વર્લ્ડ કપ ૨૦૧૯મા પાકિસ્તાનની સાથે મેચ રમવી જાઇએ નહીં. આ બધાની વચ્ચે પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી એ પોતાના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના એ નિવેદનના સમર્થનમાં ઉતરી આવ્યા છે જેમાં તેમણે હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા હોવાનો ઇન્કાર કર્યો હતો.
પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન રહેલા શાહિદ અફરીદી એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી પીએમ ઇમરાન ખાનનો એક વીડિયો શેર કરતાં લખ્યું, આ પગલું નક્કર અને સ્પષ્ટ છે. આપને જણાવી દઇએ કે અત્યારે ક્રિકેટર અફરીદી પાકિસ્તાન સુપર લીગમાં મુલ્તાન સુલ્તાન માટે રમી રહ્યો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીરમાં ગુરૂવારના રોજ થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના ભારતના આરોપો પર રાષ્ટ્રના નામ પર પેગામમાં એક વીડિયો સંદેશ દ્વારા પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ એ વાત સમજાવે છે કે ભારતમાં આ વર્ષે ચૂંટણી થવાની છે અને પાકિસ્તાનને દોષિત ગણાવી લોકોના વોટ પ્રાપ્ત કરવા સરળ થઇ જશે. તેમણે આશા વ્યક્ત કરી કે શ્રેષ્ઠ સમજ વિકસિત થશે અને ભારત વાર્તા કરવા માટે તૈયાર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY