બર્લિન,તા.૧૮
ટ્રેન મુસાફરીના ક્ષેત્રમાં જર્મનીએ એક નવા જ ક્રાંતિકારી પ્રકરણની શરૂઆત કરી છે. જર્મનીએ દુનિયાની પહેલી હાઈડ્રોજન ટ્રેન સર્વિસ શરૂ કરી છે. જેને ફ્રાંસની ઓલસ્ટોમ કંપનીએ બે વર્ષની જહેમતના અંતે તૈયાર કરી છે. આ ટ્રેનનું કોરાડીયા આઈલિન્ટ નામ રાખવામાં આવ્યુ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રેનમાંથી ધુમાડો નીકળતો નથી એટલે પ્રદુષણ થવાની કોઈ સંભાવના નથી.
ટ્રેનમાં હાઈડ્રોજન ફ્યુલ સેલ લગાવવામાં આવ્યા છે. જે કેમિકલ રિએક્શની મદદથી વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળી ટ્રેનની લિથિયમ આયન બેટરીને ચાર્જ કરે છે અને તેની મદદથી ટ્રેન દોડે છે.
પંરપરાગત ડીઝલ ટ્રેનના મુકાબલે તેની ઝડપ અને મુસાફરો લઈ જવાની ક્ષમતા સ્હેજ પણ ઓછી નથી. તેની ટોપ સ્પીડ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાક છે. એક વખત પ્લેનની હાઈડ્રોજન ટેન્ક ભરવામાં આવે તે પછી તે ૧૦૦૦ કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. જાકે તેને ડીઝલના ટ્રેનના મુકાબલે ઓપરેટ કરવી થોડી મોંઘી છે. જર્મનીએ હેમ્બર્ગ પાસેન એક રેલવે લાઈન પર તેની સર્વિસ શરુ પણ કરી દીધી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




