ભયજનક ખાડા પાસે સૂચના ના કોઈ બોર્ડ નહીં લગાવવાના કારણે અકસ્માત સર્જાયો શાળાએથી પરત આવતી વિદ્યાર્થીનીઓ ટુ-વ્હીલર સાથે ખાડામાં ખાબકી,ગંભીર રીતે ઘાયલ

0
11

વડોદરા,તા.૧૮
વડોદરા શહેર નજીક કરોળિયાથી બાજવા જવાના માર્ગ પર તંત્ર દ્વારા ચાલી રહેલી દીવાલની કામગીરીમાં ભારોભાર બેદરકારી સામે આવી છે. આજે સવારે દીવાલ માટે ખોદેલા ખાડામાં શાળાએથી પરત આવતી વિદ્યાર્થીનીઓ ટુ વ્હીલર સાથે ખાબકતા ગંભીર રીતે ઘવાઈ હતી. જયારે બંનેને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
કરોળિયા ગામથી ગોરવા તરફ જવાના માર્ગ પર રસ્તાનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દીવાલ બનાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જે કામગીરીમાં ઈજારદાર દ્વારા કોઈ પણ પ્રકારની ચેતવણીના બોર્ડ કે ખાડાઓ કોર્ડન કર્યા વિના કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ખુલ્લા માર્ગ પર ખોદવામાં આવેલા ખાડાઓ ઘણી વાર રાત્રીના અંધારામાં અકસ્માતનું કેન્દ્ર બન્યા છે ત્યારે આજે શાળાએથી પરત જઈ રહેલી બે વિદ્યાર્થીનીઓ એ ટુ વ્હીલરમાં સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા તેઓ ખાડામાં પટકાઈ હતી. જેના કારણે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ બાદ સ્થળ પર આસપાસના રહીશો દોડી આવ્યા હતા.
બંને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ગોત્રી મેડીકલ કોલેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હાતી. ભયજનક ખાડા પાસે સુચના ના કોઈ બોર્ડ નહિ લગાવવાના કારણે અકસ્માત સર્જાયો હતો. જયારે સ્થાનિકોની તકેદારીના કારણે વિદ્યાર્થીનીઓનો જીવ બચી શક્્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY