બર્મિધમ,તા.૫
મુશ્કેલ ડ્રો છતાં ભારતની ટોપ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને સાઇના નેહવાલ બુધવારથી અહીં શરૂ થઈ રહેલી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં ભારત વિરુદ્ધ લગભગ બે દશકના લાંબા દુષ્કાળને પૂરો કરવા ઉતરશે. સિંધુ અને સાઇનાના મેન્ટોર અને હાલના મુખ્ય રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદે ૨૦૦૧માં ઓલ ઈંગ્લેન્ડનું ટાઇટલ જીતનાર ભારતીય ખેલાડી હતા.
વિશ્વ બેડમિન્ટન એસોસિએશન (બીડબ્લ્યૂએફ)ના વિશ્વ રેન્કિંગમાં ટોપ-૩૨માં સામેલ ખેલાડીઓને આ ટૂર્નામેન્ટમાં જગ્યા મળે છે અને ભારતના માત્ર ત્રણ ખેલાડીઓને વરીયતા આપવામાં આવી છે. સિંધુ અને સાઇના સિવાય પુરૂષ સિંગલમાં કિદાંબી શ્રીકાંતને સાતમી વરીયતા મળી છે.
ઓલમ્પિક અને વિશ્વ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા પાંચમી ક્રમાંકિત સિંધુ આ ૧૦ લાખ ડોલરની ઈનામી સ્પર્ધામાં પોતાના અભિયાનની શરૂઆત દક્ષિણ કોરિયાની અને વિશ્વની બીજા નંબરની પૂર્વ ખેલાડી સુંગ જી વિરુદ્ધ ઉતરશે. સિંધુએ સુંગ જી વિરુદ્ધ છેલ્લા ૧૪ મેચમાં આઠમાં જીત મેળવી છે, જ્યારે છમાં સિંધુનો પરાજય થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



