મુંબઈ,તા.૫
અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ના ટ્રેલરે લોકોના દીલો દિમાગ પર અસર કરી છે, આ ફિલ્મના ગીતો પણ આ જ કારણે સફળ રહ્યા છે. અક્ષય કુમાર જે રીતે તેની દરેક ફિલ્મમાં જાન રેડી દે છે તેવું જ કંઈક હાલ ‘કેસરી’ના ટ્રેલરને જાતા લાગી રહ્યું છે.
દર્શકો પર કેસરી જાદૂ ચલાવવા અક્ષય કુમાર તૈયાર છે. ફિલ્મનું પહેલુ ગીત પાંચ દિવસ પહેલા જ રિલીઝ થયુ હતુ. અક્ષયની ફિલ્મ કેસરીના પહેલા સોંગે સાનૂ કહદી રિલીઝ થતાની સાથે જ થોડા સમયમાંજટિવટર પર ટ્રેન્ડ કરવામાં સફળ રહ્યું હતુ. આજે આ જ ફિલ્મનું બીજુ ગીત પણ રિલીઝ થયુ છે. બીજુ ગીત છે આજ સિંહ ગરજેગા રિલીઝ કરવામાં આવ્યુ છે. ફિલ્મના આ ગીતને પંજાબી સિંગર જૈજી બી અને ચિરરતન ભટ્ટે પોતાનો કંઠનો કામણ પાથર્યો છે.
ફિલ્મના બીજા ગીતને અક્ષય કુમારે પોતાના ટિવટર એકાઉન્ટ પર શેર કર્યું છે. બોલીવુડમાં દેશભકિતપર બનેલ ફિલ્મોમાં અક્ષય કુમાર સૌથી વધુ લોકપ્રિય હીરો છે. સારાગઢીના યુદ્ધ પર બનેલ અક્ષયની ફિલ્મ કેસરીનું ટ્રેલર પહેલા જ યૂ-ટ્યૂબ પર ધમાલ મચાવી ચુક્વ્યુ છે. ઝાંબાઝ સૈનિકોના હોસલાની કહાની કેસરીનું ટ્રેલર તમને સિનેમા હોલ તરફ ખેંચી જવા માટે પુરતુ છે. તો ફિલ્મમાં અક્ષય કુમાર હોવા માત્રથી ફિલ્મ હિટ જશે તેવી ગેરંટી માનવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




