બસ-છોટાહાથી વચ્ચે અકસમાતમાં યુવાનનું મોત

0
103

ભાવનગર,
તા.૧૮/૦૩/૨૦૧૮

ભાવનગર અમદાવાદ શોર્ટ માર્ગ હવે દિવસેને દિવસે રક્તરંજીત બનતો જાય છે. રોજબરોજ અકસ્માતોની ઘટના બનતી રહે છે અને લોકો જીવ ગુમાવી રહ્યા છે. રવિવારે વહેલી સવારે શોર્ટ માર્ગ પીપળી નજીક ભાવનગર તરફ આવતી એસટી બસ અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી અને રોડ રીતસર ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

જ્યારે સુરત સાવરકુંડલા એસટી બસ ભાવનગર તરફ આવતી વેળાએ છોટા હાથી સાથે વહેલી સવારે ધડાકા ભેર અથડાઈ હતી અકસ્માતમાં ભાવનગર સાંઢીયાવાડ વિસ્તારમાં રહેતા મુસ્લમ નાસિર મહંમદભાઈ ડેરૈયા નામના યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પટલ ખસેડાયા હતા. અકસ્માતના પગલે એકાદ કલાક ટ્રાફિકજામ થવા પામ્યો હતો અને પોલીસ દોડી ગઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY