સુરત,
તા.૧૮/૦૩/૨૦૧૮
રવિવારે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો અને લક્ષ્મી રૂપી ૧ માસની બાળકી બમરોલીમાં ખાડી કિનારેથી મળી આવતા નિષ્ઠુર જનેતા સામે લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે. બાળકીને ૧૦૮ દ્વારા ર્થઆમકિ સારવાર આપ્યા બાદ સિવિલ હોસ્પટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી.
બમરોલી આશાપુરીની ખાડી કિનારે એક માસની ત્યજી દેવાયેલી બાળકી મળી આવી હતી. જેથી ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. જેથી ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પટલ ખસેડવામાં આવી છે. હાલ બાળકીને હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
બમરોલીમાં ખાડી કિનારે બાળકી મળી હોવાનો કોલ ૧૦૮ મળતા જ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને પ્રાથમિક સારવાર આપી હતી. બાળકીના પલ્સ-૧૩૫, તાપમાન-૯૯, સુગર-૧૦૦, એસપીઓ૨-૮૦ અને હ્રદયના ધબકારા બહુ જ ઓછા ૩૦ જ હતા. જેથી બાળકીને તાત્કાલિક ઓક્સજન પર લઈ સારવાર અર્થે સિવિલ હોસ્પટલ ખસેડી હતી. જ્યારે ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ૧૦૮ના ઈએમટીએ બાળકીને પગે લાગ્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"