પોલીસ કર્મીઓએ ૨ આરોપી સહીત ૧.૭૩ કરોડની જુની રૂ. ૧૦૦૦ની નોટો ઝડપી

0
151

અમદાવાદ,
તા.૧૮/૦૩/૨૦૧૮

દેશમાં રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ના દરની જુની નોટો બંધ થયાને વર્ષ વિતિ ગયું છતાં જુની નોટો પકડાવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે. ઘણા એવા કાળા કાર્યોથી કમાણી કરીને નોટો હજુ પણ ફેરબદલ કરતાં ઝડપાઈ રહ્યા છે તેવા સંજાગોમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે રૂ. ૧,૭૦,૦૦,૦૦૦ની જુની નોટો પકડી પાડી છે સાથે જ તે નોટોના આરોપીઓને પણ પકડી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી એક કાર તેમજ મોબાઈલ પણ જપ્ત કર્યા છે. પોલીસે કુલ રૂ.૧.૭૩ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અમદાવાદ પોલીસને માહિતી મળી હતી કે સફેદ રંગની આઈ.૨૦ કારમાં કેટલાક શખ્સો મોરૈયા વિસ્તારમાં જુની રદ થયેલી ચલણી નોટોની લેવડદેવડ કરવાના છે જેને પગલે પોલીસે મોરૈયા પાટીયા ખાતે વોચ ગોઠવી હતી. પંચો તથા પોલીસ સ્ટાફ આ કારને પકડવા છૂટી છવાઈ જગ્યાઓ પકડી વોચમાં ઊભા હતા ત્યારે થોડા સમય બાદ ચાંગોદરથી બાવળા તરફના રસ્તા પર મોરૈયા પાસે આ કાર આવીને ઊભી હતી, પણ કારમાંથી કોઈ ઉતર્યું નહીં. જેથી પોલીસની શંકા પ્રબળ બની અને પોલીસે આ કારને કોર્ડન કરી લીધી અને કારનો દરવાજા ખોલ્યો તો તેમાં પ્રથમ બેસેલો માણસ જેનું નામ પુછતાં તેણે પોતે રાજકુમાર રામેશ્વરલાલ કાબરા હોવાનું કહ્યું અને પોતે સાબર સોસાયટી ત્રીમંદિર રોડ, હિંમતનગર સાબરકાંઠાનો હોવાનું કહ્યું તેની બાજુમાં બેઠેલા શખ્સે પોતાનું નામ દિપકકુમાર નટવરલાલ ઠક્કર આપ્યું અને તે સામવેદ ફ્લેટ હિંમતનગરનો હોવાનું કહ્યું, તેમના પગ પાસે પડેલી વાદળી રંગની બેગ જાઈ પોલીસે તેની ચેઈન ખોલતાં તેમાં જુની નોટો રૂ.૧૦૦૦ની મળી આવી હતી.

પોલીસે આ નાણાં ક્્યાંથી લાવ્યા અને કોની પાસેથી લાવ્યા તેવું પુછતાં તેઓ કોઈ આધાર પુરાવા આપી શક્્યા ન હતા અને ગોળ ગોળ જવાબ આપતા પોલીસે તેમની અટક કરી નોટો તપાસતા કુલ ૧૭,૦૦૦ નોટો એટલે કે ૧.૭૦ કરોડ રોકડ હતી. પોલીસે નોટો સહિતનો મુદ્દામાલ મળી રૂ. ૧,૭૩,૫૮,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ બંને સામે વધુ કાર્યવાહી હાથ ધરતા પોલીસ ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે લાંબો સમય રાહ જાયા બાદ પોલીસને પોતાની બાતમી આધારે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડવામાં સફળતા મળી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY