બાવળા,તા.૨
બાવળા શહેરની બાજુમાં આવેલા રૂપાલ ગામની સીમમાં ઇંટોનાં ભઠ્ઠામાં કામ કરતાં ઘોડામાં ગ્લેન્ડર નામનો અતિ ગંભીર રોગે દેખા દીધી છે.એક ઘોડાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તે ઘોડાને ઇન્જેક્શન આપીને મારી દાટી દેવામાં આવ્યો છે. આજુબાજુના વિસ્તારના ૧૪૦ જેટલા ઘોડાના લોહીના નમૂના લઈને હરિયાણાની લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે. આ રોગ ચેપી હોવાથી માણસમાં પણ આવી શકે છે તેથી આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.આરોગ્ય વિભાગ દ્વારા ભઠ્ઠામાં રહેતાં મજૂરોનો સર્વે હાથ ધરી આરોગ્યની તપાસ હાથ ધરી છે.
બાવળા શહેર અને તાલુકાના ગામડાઓમાં ઇંટોના ભઠ્ઠા આવેલા છે. ઇંટોના ભઠ્ઠામાં માટીની હેરાફેરી તથા કાચી-પાકી ઈંટોની હેરાફેરી માટે ઘોડાગાડીનો ઉપયોગ કરાય છે. આ ઘોડાઓ ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી લવાય છે. મોટા ભાગના મજુરો પણ તે રાજ્યના જ હોય છે. ત્યારે બાવળા શહેર પાસે આવેલા રૂપાલ ગામની સીમમાં ઝાહીરભાઇનો ઈંટોનો ભઠ્ઠો આવેલો છે. ભઠ્ઠામાં કામ કરતો એક ઘોડો ચાર-પાંચ દિવસ પહેલા બિમાર પડયો હતો. સારવાર પછી બે-ત્રણ દિવસ થતાં તેને કોઈ જ ફેરફાર નહીં દેખાંતા તેના લોહીનો નમૂનો લઈને અમદાવાદ લેબોરેટરીમાં મોકલાયા હતા. ઘોડાનાં રોગના લક્ષણોને આધારે શંકા જતાં તે લોહીનો નમૂનો તરત જ હરીયાણાનાં હીસાર ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




