બિહારમાં નક્સલીઓનો આતંક : નિર્માણ માટેના ચાર વાહનોમાં આગ ચાંપી

0
54

ગયા,તા.૨
મહારાષ્ટ્રનાં ગઢચિરોલીમાં નકસલવાદીઓએ મહારાષ્ટ્ર દિવસે જ કરેલા હુમલામાં ૧૬ જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ હવે બિહારમાં પણ આવો જ હુમલો કરાયો હતો. નક્લવાદીઓએ માર્ગ પરના નિર્માણ માટે કાર્યરત ચાર વાહનોમાં આગચંપી કરી હોવાની ઘટના સામે આવી છે. જો કે આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થઈ હોવાની જાણકારી મળી નથી.
બિહારનાં ગયા જિલ્લામાં બારાચટ્ટીનાં ભેક્તાડીહ જયગીર નજીક માર્ગ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. છેલ્લા ઘણા સમયથી નક્સલવાદીઓ આ જગ્યા પર આ કામમાં ખલેલ પહોંચાડી રહ્યા હતા. નક્સલવાદીઓએ ત્યાં રહેલા જેસીબી અને ટ્રેક્ટરમાં આગ લગાવી દીધી હતી. ઘટનાના સાક્ષીઓનાં જણાવ્યા અનુસાર ૩૦ જેટલા નક્સલીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તેમણે વાહનોમાં આગચંપી કરી હતી.
મહારાષ્ટ્રમાં બુધવારે વહેલી સવારે કુરખેડા જિલ્લાના દાદાપુરા ગામમાં નકસલવાદીઓએ એક ષડયંત્ર અંતર્ગત ૩૬ વાહનોને આગ ચાંપી દીધી હતી. નકસલીઓને એ વાતની ખબર હતી કે આ ઘટના બાદ સુરક્ષા દળના જવાનો ઘટનાસ્થળે જરૂર આવશે. સુરક્ષા જવાનો આવે કે તરત તેમને ટ્રેપમાં લઈને હુમલો કરવો તેવું ષડયંત્ર તેમણે બનાવ્યું હતું. બપોરે ૧૨ વાગ્યે જવાનો તેમના વાહનમાં જઈ રહ્યા હતા ત્યારે જમીનમાં દાટવામાં આવેલી આઈઈડી સુરંગ વિસ્ફોટ કરીને હુમલો કરવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY