ભરૂચ જંબુસર ચોકડી પરના રહીશો દ્વારા ખખડધજ રોડ રસ્તાઓ અને મોટા પડેલાં ખાડાઓને લઈને અવારનવાર રસ્તા રોકો અને ચક્કજામના કાર્યક્રમો આપ્યા હોવા છતાં પણ તંત્ર દવરા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતાં આજ રોજ ફરી એક વખત સ્થાનિકો રસ્તા પર આવીને ચક્કજામ કર્યો હતો.

ભરૂચ બાયપાસ ચોકડી પરનો વિસ્તાર સતત મોટા વાહનોથી વ્યસ્ત ચોકડી કહેવામાં આવે છે. આ ચોકડી પરથી ભરૂચ થી દહેજ અને ભરૂચથી જંબુસર જવાનો મુખ્ય માર્ગ છે.પરંતુ છેલ્લાં કેટલાંય સમયથી આ વિસ્તારનો રોડ બિસ્માર હાલતમાં થઈ જતાં લોકોને ઘણીજ મુશ્કેલીઓનો સમના સાથે અકસ્માતોનો પણ ભય રહેલો છે. આ વિસ્તારની અંદર રોડના કારણે ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડે છે જેના લોકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઇ રહ્યું છે ઘણી વખત સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છતાં અને ઉપર કોઈપણ નિર્ણય ના આવતા આખરે સ્થાનિકોએ ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી પર પુનઃ ચક્કાજામ કરી જીઆરડીસી,માર્ગ મકાન વિભાગ,નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી સૂત્રો ઉચ્ચારી હાય હાય બોલાવી હતી.
સ્થાનિકોએ વહેલી તકે કાર્ય નહી કરવામાં આવે તો ભવિષ્યમાં માર્ગ મકાન વિભાગ,નગરપાલિકા, જીઆરડીસી કચેરીઓને તાળાબંધી કરવાની પણ ચિમકી ઉચ્ચરવામાં આવી હતી.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા.
મો:-9904733000.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





