યોગ્ય પ્રોસેસ નહીં કરાતા ડાઈંગ મિલ માલિકોની માસ્તરને ધમકી

0
2

ડાઈંગ માસ્તર યોગેશ જરીવાલાએ ફરિયાદ નોંધાવી
સુરત, તા.૨૦
પાંડેસરા-વડોદગામ ખાતે આવેલી એક મિલના ડાઈંંગ માસ્ટરને જાનથી મારી નાંખવાની ધમકી આપી પાંચ આરોપીઅો ફરાર થઈ ગયા હોવાનો બનાવ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં નોîધાતા પોલીસે આઈપીસી ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નવાગામ ડીંડોલી મિલેનિયમ પાર્ક ખાતે યોગેશભાઈ રમેશભાઈ જરીવાળા રહે છે. તેઅો પાંડેસરા-વડોદ ગામના આર્મો સિન્થેટીક ડાઈંગ મિલમાં ડાઈંગ માસ્ટર તરીકે નોકરી કરે છે. સાંઈ લક્ષ્મી ડાઈંગ મિલના માલિક જતીનભાઈ ગોનાવાલા, ડો. લાલજી ચોવટીયા, ઘનશ્યામ ચોવટીયા, હરેશભાઈ ચોવટીયા, તથા નિલેશ ચોવટીયા વગેરેઅોએ ગત તા.૧૮મી સપ્ટેમ્બરના રોજ તેમની ડાઈંગ મિલ પર ગયા હતા અને ગત તા.૧-૪-૨૦૧૬ થી તા.૧૭-૯-૨૦૧૬ ગાળા દરમ્યાન અલગ અલગ વેપારીઅોએ તેમની ડાઈંગ મિલમાં કાચુ કાપડ મોકલી કાપડ પર ડાઈંગ પ્રોસેસિગ કરાવી હતી. જેના ૨૬.૦૪ લાખ રૂપિયા પણ મિલને આપી દીધા હતા. ત્યારબાદ ડાઈંગ મિલ તરફથી કરવામાં આવેલ પ્રોસેસિંગ માલ સામે વેપારીઅોની ઘણી ફરિયાદો આવી છે. ત્યારે રૂ.૨૬.૦૪ લાખ પરત કરવા પડશે. તેમ જણાવી પાંચ આરોપીઅોએ ડાઈંગ માસ્ટરને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કડોદરા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY