ઇટાવા,
તા.૧૭/૪/૨૦૧૮
ઉત્તરપ્રદેશના ઈટાવામાં સવારે બસરેહર વિસ્તારમાં બે સગી બહેનોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ફોરેન્સક ટીમે આ બંને બહેનોની હત્યાના પુરાવા શોધવાની કામગીરી શરૂ કરી છે. ઘટનાસ્થળેથી કારતૂસના ખાલી ખોખા મલી આવ્યા છે. સોમવારે મોડી સાંજે બંને બહેનો શૌચ માટે ઘરેથી નીકળી હતી અને બાદમાં ઘરે પાછી ફરી ન હતી.
પરિવારજનોને બંને બહેનોના ગુમ થવાની જાણકારી પોલીસને આપી હતી અને ખુદ તેમની શોધખોળ શરૂ કરી હતી. સવારે બંને બહેનોની લાશ નજરે પડતા ગ્રામજનોએ આની માહિતી પોલીસને આપી હતી. ડબલ મર્ડરની માહિતી મળ્યા બાદ પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






