રાજ્યોના વિષયમાં દખલ કરવાનો કેન્દ્ર ઉપર આક્ષેપ

0
59

(સંપૂર્ણ સમાચાર સેવા
હૈદરાબાદ,
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એમ ચંદ્રાબાબુ નાયડુએ રાજ્યોની બાબતોમાં દરમિયાનગીરી કરવાનો કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કર્યો છે. નાયડુએ આક્ષેપ કર્યો છે કે, રાજ્યોના વિષયોમાં કેન્દ્ર દ્વારા દરમિયાનગીરી કરીને મતભેદો ઉભા કરવામાં આવી રહ્યા છે. સહકારની ભાવના ઓછી દેખાઈ રહી છે. ૧૫મી પેનલના રેફરેન્સની શરતોને લઇને તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી. સહકારની ભાવનામાં ઉદાસીનતા દેખાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવેલા પત્રમાં નાયડુએ કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપો કર્યા છે. ઇલેક્ટ્રીસિટી એક્ટમાં સુધારા કરવાની એક પક્ષીય રજૂઆતને લઇને કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કર્યો છે. વિજયવાડામાં ૧૧ રાજ્યોના નાણામંત્રીઓની બેઠકને સંબોધતા નાયડુએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ફિસ્કલ રિસ્પોન્સીબીલીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટની જાગવાઈનો ભંગ કરી રહી છે. ધિરાણાના મામલામાં રાજ્યો ઉપર અંકુશ મુકવાના પ્રયાસ થઇ રહ્યા છે.

પત્રમાં પણ નાયડુએ આ મુજબની રજૂઆત કરી છે. બેઠકમાં નાયડુએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૧ના વસતી ગણતરીના આંકડાનો ઉપયોગ કરીને રાજ્યોની બાબતમાં દરમિયાનગીરી કરવાની બાબત યોગ્ય દેખાઈ રહી નથી. ફાઈનાન્સ પેનલની શરતો અને ઇલેક્ટ્રીસિટી એક્ટમાં સુધારા ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડશે. આંધ્રના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આના કારણે ખેડૂત સમુદાયમાં નારાજગી પણ ફરી વળશે. બેઠકમાં પુડ્ડુચેરીના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ફાઈનાÂન્સયલ વ્યવસ્થા જેમાં દરેકની ભૂમિકા નિર્ણાયક રહે તે ખુબ જરૂરી છે. આ બેઠકમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા, બંગાળના નાણામંત્રી અમિત મિત્રા ઉપÂસ્થત રહ્યા હતા. અમિત મિત્રાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, મૂળભૂત બંધારણીય મૂલ્યોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ઇલેક્ટ્રીસિટી જેવા વિષયોનો ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યોના વિષયમાં દરમિયાનગીરી કરે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY