બેગૂસરાયને પાકિસ્તાન બનતું અટકાવવા મને મારા પક્ષે અહિં મોકલ્યો : ગિરિરાજસિંહ

0
5

બેગૂસરાય,તા.૨૯
ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા અને બેગુસરાયના ઉમેદવાર ગિરિરાજ સિંહે કહ્યું છે કે જે શકિતઓ બેગુસરાયને પાકિસ્તાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે તેમને કારણે જ મારા પક્ષે મને અહીં મોકલ્યો છે. બિહારમાં લોકસભાની પાંચ બેઠક માટે સોમવારે મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં દરેકની નજર બેગુસરાય બેઠક પર છે. જ્યાં કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહને જવાહરલાલ નહેરુ યુનિર્વિસટીના વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ ઉમેદવાર કન્હૈયા કુમાર પડકાર આપી રહ્યા છે.
ગિરિરાજ સિંહે એક મુલાકાતમાં સોમવારે જણાવ્યું હતું કે દેશમાં એવી શકિતઓ કામ કરે છે જે હિન્દુઓને ગાળો આપવાનું કામ કરે છે. હિન્દુ સમાજ આવા અપમાનને સહન નહીં કરે. આજે દેશમાં જે પણ પોતાને ધર્મનિરપેક્ષ ગણાવે છે તેઓ હિંદુઓને ગાળો આપે છે.
ગિરિરાજ સિંહે કહ્યું કે વંદે માતરમ અંગે પણ દેશમાં કારણ વગર વિવાદ થઇ રહ્યો છે. દેશમાં કોઈ પણ ધર્મના લોકો હોય હિન્દુ કે મુસ્લિમ. તમામ લોકોએ વંદેમાતરમ બોલવું જાઇએ. કોઈ પણ વ્યકિત જો વંદે માતરામ નથી બોલતો તો ભારતની જનતા તેને કીયારેય માફ નહીં કરે.
ગિરિરાજ સિંહે સીપીઆઈ ઉમેદવાર કન્હૈયા કુમાર પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે તેઓ તે ટુકડે-ટુકડે ગેંગના સભ્ય છે જે દેશના ટુકડાઓ કરવા માગે છે. તેમની પાસે વડાપ્રધાનનો કોઈ ઉમેદવાર નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY