જામનગરમાં કેદી સ્ટાફની નજર ચૂકવી ભાગી જતા પોલીસમાં હડકંપ મચ્યો

0
8

જામનગર,તા.૩૧
જામનગર જિલ્લા જેલ કમ્પાઉન્ડમાંથી એક કેદી સ્ટાફની નજર ચુકવી ભાગી જતા જેલતંત્ર અને પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ છે. સવારે ભાગી ગયેલા કેદી અંગે જેલ તંત્રને છેક બપોરે જાણ થઇ હતી. જેને લઈને જેલ તંત્રના સિક્યોરિટી સંભાળતા સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે કેદી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર જિલ્લા જેલ અવારનવાર ચર્ચાના એરણે ચડે છે. આંતરિક કલેહ, પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવવી, કેદીઓ – કેદીઓ વચ્ચે મારામારી સંબંધે જેલ હંમેશા ચર્ચાસ્પદ રહી છે. ગઈ કાલે વધુ એક વખત જિલ્લા જેલ ચર્ચામાં આવી છે.
જામનગરની જિલ્લા જેલમાં અટકાયત હેઠળ રખાયેલા પાકા કામના કેદી ભરત રાણાભાઇ કેર (ઉ.વ.૨૬, રહે.મીઠાપુર પાસે, જિ.દ્વારકા) ગઇકાલે જેલ કમ્પાઉન્ડમાં અન્ય કેદીઓ સાથે આટા મારતો હતો ત્યારે ફરજ પરના જેલ સહાયકની નજર ચુકવી નાસી ગયો હતો. આ અંગેની જાણ ગઇકાલે બપોરે થતા આ શખ્સની સામે જેલ સહાયક અશ્ર્વિન મહાશંકરભાઇ જાનીએ સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે. ફરાર થઇ ગયેલા કેદી ભરત કેર સામે તેની પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો હતો. જે અન્વયે અદાલતે તેને જેલ હવાલે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે એક દાયકા પૂર્વે આ જ જેલમાંથી સાતનારી ગેંગના ચાર સભ્યો મોટી દીવાલ કૂદી નાસી ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY