નવી ચાલ..!,ચીને કાશ્મીર-અ.પ્રદેશને ભારતનો હિસ્સો બતાવ્યો

0
4
બેઇજિંગ,તા.૨૬
સામાન્યરીતે અરૂણાચલ પ્રદેશને પોતાના હિસ્સો માનનારા ચીને પોતાના એક નકશામાં આખા જમ્મૂ અને કાશ્મીર તેમજ અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો બતાવ્યો છે. બીજિંગમાં બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI)ના બીજા સમિટમાં ચીન નકશો પ્રદર્શિત કરી રહ્યું હતું. જેમાં ચીને આખા જમ્મૂ અને કાશ્મીર તેમજ અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો દર્શાવ્યો છે.
આ નકશામાં ભારતને પણ બીઆરઆઇનો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ભારતે આ સમિટનો બહિષ્કાર કર્યો છે. આ અગાઉ ૨૦૧૭માં બીઆરઆઇના પહેલા સમિટમાં પણ ભારત સામેલ થયું નહોતું. આ સમિટમાં ૩૭ દેશો સામેલ થઈ રહ્યા છે. BRI નો ઈરાદો રાજમાર્ગો, રેલ લાઈનો, બંદરગાહો અને સી-લેનના નેટવર્કના માધ્યમથી એશિયા, આફ્રિકા અને યુરોપને જાડવાનો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સમિટની શરૂઆત ગુરુવારે થઈ. આ નકશો ચીનની કોર્મસ મિનિસ્ટ્રીએ રજૂ કર્યો.
આખા જમ્મૂ અને કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશને ભારતમાં સામેલ કરવું, ચીનનું આ પગલું ચોંકાવનારું છે, કારણ કે હાલમાં જ ચીનના એવા હજારો નકશા નષ્ટ કર્યા હતા, જેમાં અરૂણાચલ પ્રદેશને ભારતના રાજ્ય તરીકે દર્શાવવામાં આવતા રહ્યા છે.
ચીનના આ પગલાંથી જાણકારો હેરાન છે. ભારત-ચીન મામલાના જાણકાર હવે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, આખા કાશ્મીરને ભારતનો હિસ્સો બતાવવો એ ભારતને ખુશ કરવા માટે ચીનની ચાલ તો નથી ને.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY