‘બેઇમાન’ શરીફ તક્સીરવાર: ૧૦ વર્ષની સખત કેદ

0
95
પાક.ની લોકસભાની ચૂંટણી પહેલા પૂર્વ વડાપ્રધાન શરીફ અને તેની પાર્ટીને ઝટકો
– નવાઝ શરીફને રૃ.૧૨૨ કરોડ અને પુત્રી મરિયમને સાત વર્ષના કારાવાસ સાથે રૃ.૩૨ કરોડનો દંડ પણ ફટકારાયો

લંડનમાં પરિવારના નામે ચાર ફ્લેટ્સ ખરીદવામાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ શરીફના બે આરોપી પુત્રો કેસમાં ભાગેડુ જાહેર, મરિયમના પતિને પણ એક વર્ષની કેદ ભ્રષ્ટાચારના ત્રણમાંથી પહેલા કેસનો ચુકાદો, હજુ બે બાકી

પાકિસ્તાનમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ ગાળીયો કસાઇ રહ્યો છે. પહેલા નવાઝ શરીફને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચાર અને ટેક્સ ચોરીના કેસમાં વડા પ્રધાન પદેથી હટાવીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. હવે શરીફને ૧૦ વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. પનામા પેપરમાં નવાઝ શરીફનું પણ નામ બહાર આવ્યું હતું, આવા ભ્રષ્ટાચારના ત્રણ કેસો તેમના પર ચાલી રહ્યા છે જે પૈકી એક કેસમાં પાકિસ્તાનની અકાઉન્ટેબિલિટી કોર્ટે આ સજા ફટકારી છે. સાથે એક કરોડ ડોલર (પાકિસ્તાનનાં અંદાજે રૃ.૧૨૨ કરોડ)નો દંડ પણ કર્યો છે. માત્ર નવાઝ શરીફ જ નહીં તેની પુત્રી અને આ કેસમાં સહઅપરાધી મરીયમ શરીફને પણ સાત વર્ષની આકરી કેદની સજા ફટકારાઇ છે અને ૨૬ લાખ ડોલર (પાકિસ્તાનનાં અંદાજે રૃ.૩૨ કરોડ)નો દંડ કર્યો છે. જ્યારે શરીફના જમાઇ અને નિવૃત કેપ્ટન મુહમ્મદ સફદરને એક વર્ષની સજા કરાઇ છે. પનામા પેપરમાં નવાઝ શરીફ, તેની પુત્રી મરીયમ અને જમાઇ સફદરનું નામ બહાર આવ્યું હતું, જેમાં એવો ખુલાસો થયો હતો કે શરીફ અને તેના પરિવારના નામે બ્રિટનના લંડનમાં ચાર ફ્લેટ્સ આવેલા છે. અને આ સંપત્તિની માહિતી શરીફે છુપાવી હતી. નવાઝ શરીફ હાલ લંડનમાં છે, અહીં તેઓ તેમના પત્નિની સારવાર માટે આવ્યા છે. શરીફના પત્નિને ગળાનું કેન્સર છે. પાકિસ્તાનમાં આગામી ૨૫મી જુલાઇએ જનરલ ઇલેક્શન છે. એવી સ્થિતિમાં જ એક સ્થાનિક કોર્ટે નવાઝ શરીફને આ સજા ફટકારી હતી. બંધ બારણે ઇસ્લામાબાદની અકાઉન્ટેબિલિટી કોર્ટના જસ્ટિસ મોહમ્મદ બશીરે આ સજા કરી હતી. નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરો (એનએબી)ની તપાસ ટીમના ચીફ સરદાર મુઝફ્ફર અબ્બાસીએ આ ચુકાદાની વધુ વિગતો આપતા કહ્યું હતું કે કોર્ટે શરીફને ૧૦ વર્ષની સજા કરી છે. અને આશરે ૧૦ મિલિયન ડોલરનો દંડ પણ કર્યો છે. તેની પુત્રી મરીયમને સાત વર્ષ જ્યારે જમાઇને એક વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે લંડનમાં સ્થિત આ સંપત્તિને જપ્ત કરવાની પણ સત્તા અધિકારીઓને કોર્ટે આપી દીધી છે. કોર્ટ ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચારના પૈસે આ એપરાર્ટમેન્ટને લંડનમાં ખરીદવામાં આવ્યા હતા અને શરીફ પરિવારના નામે ૧૯૯૩થી છે. આ ચુકાદાની સાથે જ શરીફના પુત્રી મરીયમ અને તેના પતિને ચૂંટણી લડવા પર પણ અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા છે, જેથી શરીફ બાદ હવે તેની પુત્રી પણ આ ચૂંટણી નહીં લડી શકે. આ કેસમાં શરીફના બે પુત્રો હસન અને હુસૈન પણ આરોપી હતા, જોકે તેઓ કોર્ટમાં ક્યારેય હાજર જ ન થયા. જેને પગલે તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં સૈન્ય અને વર્તમાન સરકાર વચ્ચે તકરાર ચાલી રહી છે. એવામાં કોર્ટે આ આદેશ આપ્યો છે. સાચો ચુકાદો તો પ્રજા ૨૫મીએ યોજાનારી ચૂંટણીમાં આપશે : મરિયમ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ૧૦ વર્ષની કેદની સજા કરવામાં આવી છે. તે સાથે જ તેની પુત્રી મરીયમને પણ સાત વર્ષની સજા ફટકારાઇ છે. આ મામલે નવાઝ શરીફની પુત્રી મરીયમે ચુકાદાને ટાંકીને કટાક્ષ કર્યો હતો અને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે પાકિસ્તાનની જનતા આગામી ૨૫મી જુલાઇએ પોતાનો સાચો ચુકાદો આપશે. ૪૪ વર્ષીય મરિયમ હવે આ ચુકાદા બાદ ચૂંટણી નહીં લડી શકે. સાથે તેણે પક્ષના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે તમે હિમ્મત હાર્યા વગર કામ કરજો. આ ચુકાદો કોર્ટનો છે પણ જનતાનો ચુકાદો તો આગામી ૨૫મી જુલાઇએ જ સામે આવી જશે. આગામી ૨૫મી જુલાઇએ પાકિસ્તાનમાં ચૂંટણી યોજાવાની છે. જેને ટાંકીને મરીયમે આ અપીલ કરી હતી. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે પક્ષના શેરો અને સભ્યો આવા ચુકાદાથી ડરશે નહીં. અગાઉ પણ નવાઝ શરીફને આજીવન કેદ જેવી પરિસ્થિતિમાંથી પણ પસાર થવું પડયું છે. આ કંઇ નવું નથી. બળ પ્રયોગ ક્યારેય સફળ નહીં થાય. સકારાત્મક બાબત એ છે કે આ દેશની જનતા માટે નવાઝ શરીફ જેવા નેતા છે. નવાઝ શરીફને ખ્યાલ હતો કે આ રસ્તો ઘણો જ કઠીન છે, તેઓએ ચૂંટણીમાં જંપલાવીને મોટો ખતરો લીધો છે. હવે જનતાએ નક્કી કરવાનું છે. જનતા જ્યારે મત આપવા જાય ત્યારે આ સમગ્ર કાવતરુ કોણે ઘડયું છે તેના ચેહરાઓને ધ્યાનમાં રાખે અને પછી ૨૫મી જુલાઇએ મત આપે. ઇશ્વરે કંઇક વિચારી રાખ્યું છે તમારા માટે, વિજય તમારી રાહ જોઇ રહ્યો છે. લંડનમાં પ્રેસકોન્ફરન્સ કરી શરીફે જવાબ આપ્યો ચુકાદાથી ડરીશ નહીં, પાકિસ્તાનીઓને જનરલ-જજોની ગુલામીમાંથી મુક્તી અપાવીશ : શરીફ મત માગવાની સજા જેલ હોય તો હું તેનો સામનો કરવા માટે આવી રહ્યો છંુ તેવી જાહેરાત લંડન, તા. ૬ પાકિસ્તાનની કોર્ટે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ૧૦ વર્ષની કેદની સજા ફટકારી છે. આ મામલે તેની પુત્રી મરિયમને પણ સાત વર્ષની સજા કરાઇ છે. દરમિયાન મરિયમ બાદ હવે નવાઝ શરીફે પણ આ કેસના ચુકાદાને ટાંકીને પોતાનુ નિવેદન જારી કર્યું હતું. લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવાઝ શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાનનો ૭૦ વર્ષનો જે રસ્તો હતો તેને બદલવાનો પ્રયાસ કર્યો તેની આ સજા મળી રહી છે. હું મારો આ સંઘર્ષ જારી રાખીશ. શરીફે જણાવ્યંુ હતું કે પાકિસ્તાની નાગરીકો પર કેટલાક જનરલ્સ અને જજો દ્વારા જે ગુલામી થોપવામાં આવી છે તેનાથી આ નાગરીકોને મુક્તિ ન અપાવી દઉ ત્યાં સુધી મારો આ સંઘર્ષ જારી રહેશે. શરીફે જણાવ્યું હતું કે જો મત માગવાની સજા જેલ હોય તો હું તેનો સામનો કરવા માટે પાકિસ્તાન આવી રહ્યો છું. નવાઝ શરીફ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે તેમની તકરાર પાકિસ્તાની સૈન્યના વડા સાથે થતી રહેતી હતી. જેને પગલે આ પ્રકારનું નિવેદન નવાઝ શરીફે કર્યું હતું અને આડકરી રીતે ટોણો માર્યો હતો કે હાલ પાકિસ્તાની જનતાને કેટલાક જનરલ અને જજોએ બંદી બનાવીને રાખ્યા છે. જેમાંથી હું તેમને મુક્તિ અપાવીને જ રહીશ. નવાઝ શરીફ હાલ લંડનમાં છે, અહી તેમના પત્નિના કેન્સરની સારવાર ચાલી રહી છે. શરીફ પરિવાર ચાર ફલેટ માટે પૈસા ક્યાંથી આવ્યા તે પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો પનામા પેપરમાં વિશ્વના અનેક નેતાઓ, સેલિબ્રિટિની ભ્રષ્ટાચારમાં સંડોવણી હોવાને કારણે નામ બહાર આવ્યા હતા. જેમાં નવાઝ શરીફ અને તેના પરિવારનો પણ સમાવેશ થાય છે. નવાઝ શરીફ અને તેના પરિવાર પર આરોપ છે કે તેઓએ લંડનમાં ચાર ફ્લેટ લીધા છે. લંડનમાં આવેલ પાર્ક લેનમાં એવનફીલ્ડ હાઉસમાં આ ફ્લેટ્સ ખરીદ્યા હતા. નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરો (એનએબી)એ જણાવ્યું હતું કે આ ફ્લેટ્સ ખરીદવા માટે શરીફે જે પૈસાનો ઉપયોગ કર્યો તે ભ્રષ્ટાચારના હતા અને તેની માહિતી પણ છુપાવી રાખી હતી. આ કેસમાં નવાઝ શરીફ, તેની પુત્રી અને બન્ને પુત્રો સાથે જમાઇનું પણ નામ છે. જોકે શરીફ પરિવાર દાવો કરતો આવ્યો છે કે આ ફ્લેટ્સમાં કોઇ જ ભ્રષ્ટાચાર નથી કરાયો અને તેના અમારી પાસે પુરતા પુરાવા પણ છે. જોકે જ્યારે કોર્ટમાં આ ફ્લેટ્સની ખરીદી માટે પૈસા ક્યાંથી આવ્યા તે જાહેર કરવાની વાત આવી ત્યારે શરીફ પરિવાર તેમાં નિષ્ફળ રહ્યો હતો. એટલે કે આ ફ્લેટ્સની ખરીદી માટે પૈસા આવ્યા ક્યાંથી તે પુરવાર ન કરી શક્યો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY