નાગપુર વિધાન ગૃહ પાણીમાં ડૂબાડૂબ: વીજળી ડૂલ થતાં સત્ર અંધારામાં ચલાવાયું

0
22
નવ કલાકમાં ૧૧ ઇંચ વરસાદથી નાગપુરમાં ‘પુર’
– વરસાદી પાણી બેઝમેન્ટના વીજળી સબ સ્ટેશનમાં ભરાયા : ચારે તરફ અંધારું છવાયું

મુશળધાર વરસાદે નાગપુરના ચોમાસુ સત્રને ભીંજવી નાખ્યું હતું. ગુરુવારે રાતે શરૃ થયેલા તોફાની વરસાદથી વિધાનભવન અને તેની આજુબાજુનો પરીસર રસતરબોળ થઇ ગયો હતો. વરસાદી પાણી છેક વિધાન ભવનના બેઝમેન્ટમાં પણ ભરાઇ ગયા હતા. પરિણામે બેઝમેન્ટમાંના વીજળી સબ સ્ટેશનને અસર થઇ અને વીજળી પુરવઠો ખોરવાઇ ગયો હતો. સરવાળે વિધાનસભાની બીજા દિવસની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી હતી. આમ તો ચોમાસુ સત્ર મુંભઇમાં યોજાય છે. ક્યારેક મુશળધાર વરસાદથી જનપ્રતિનિધિઓની હાજરી ઓછી હોય તેવું બને જો કે ૧૯૭૧ બાદ ૪૭ વરસે દેવેન્દ્ર ફડણવીસ સરકારે વિધાનસભાનું ચોમાસુ સત્ર ૪, જુલાઇથી ૨૦ જુલાઇ ૨૦૧૮ સુધી નાગપુરમાં બોલાવવાનો નિર્ણય કર્યો. બે દિવસ જેમતેમ પસાર થયા ગુરુવાર રાતથી નાગપુરમાં મુશળધાર વર્ષા થઇ હતી. અતિ ભારે વરસાદથી વિધાન ભવન, રવિભવન, રામગિરી, દેવગીરીથી માંડીને એમએલએ હોસ્ટેલ, સુયોગ સુધી ચારે તરફ પાણી ભરાઇ ગયા. લોકોને ચાલવા માટે તકલીફ થવા માંડી. છત્રી પકડવી કે ફાઇલો એવી મુંઝવણ અધિકારીઓએ અનુભવી હતી. વરસાદી પાણી વિધાનસભાના બેઝમેન્ટમાંના વીજળી સબ સ્ટેશનમાં પણભરાઇ ગયા હતાં. પરિણામે વીજળીનો પુરવટો ખોરવાઇ ગયો હતો. વિરોધ પક્ષના નેતા ધનંજય મુંડેએ મીણબત્તી પેટાવીને કેબિનમાં કાગળીયા જોવા પડયા. સદનમાં વીજળીનો પુરવઠો ખોરવાયો. થોડીકવાર માટે વીજળીનો પુરવઠો શરૃ થતાં કાર્યવાહી આજે સવારે ૧૦ વાગે શરૃ થઇ ગઇ હતી. વિધાનસભાની કાર્યવાહી અધ્યક્ષ હરીભાઇ બાગડેએ પહેલા એક કલાક માટે અને પછી સંપૂર્ણ દિવસ માટે સ્થગિત કરવી પડી હતી. બપોર બાદ વિધાન પરિષદનું સદન શરૃ થતાં ત્યાં પણ વીજળી પુરવઠો બંધ થવાથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખારઘર, નવી મુંબઇના સીડકોની જમીન ગોટાળા પ્રકરણની અદાલતી તપાસ માટે ત્યાંના બધા વ્યવહારને સ્થગિત કરવાની જાહેરાત કરી. ત્યારબાદ સભાપતિ રામરાજે નાઇક નિંબાળકરે સંપૂર્ણ દિવસ માટે કામકાજ મોકૂફ કરવાની ઘોષણા કરી હતી. વિધાનસભાના ઇતિહાસમાં નાગપુરમાં શરૃ થયેલું ચોમાસુ સત્ર ધોવાઇ ગયું. મુશળધાર વરસાદથી ત્રીજા દિવસની કાર્યવાહી સ્થગિત થઇ ગઇ એવી નોંધ પણ થઇ હોવાનું જાણવા મળે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY