રોજગારી આપવામાં ગુજરાતને નંબર-૧ ગણાવતા રૂપાણી સરકારના પોકળ દાવા
ગુજરાતમાં બેરોજગાર લોકોની સંખ્યા, નોકરીની સામે અનેક ગણી
ગાંધીનગર,તા.૨૯
ગુજરાતમાં બેકારીએ માઝા મૂકી છે. બુધવારના રોજ કેબિનેટની યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકારે ત્રીજા વર્ગની ૧૨૦૦૦ જેટલી ખાલી જગ્યાઓ માટે ગુજરાતમાંથી ૩૮ લાખ અરજી મળ્યાના આંકડા રજૂ કર્યા હતા. એમાંથી પણ ૧૯ લાખ અરજી એટલે કે અડધો અડધ અરજી તલાટીની ૧૮૦૦ પોસ્ટ માટે મળી છે. બાકીની અરજી કરવાની છેલ્લી તારીખ બાકી હોવાથી ૩૮ લાખનો આંકડો જ હજુ સામે આવ્યો છે.
એક અહેવાલ પ્રમાણે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે આ આંકડા અંગે એવો તર્ક વ્યક્ત કર્યો છે કે આંકડા અને રાજ્યમાં વાસ્તવિક બેકારી વચ્ચે સીધો સંબંધ ન પણ હોઈ શકે, કારણ કે ઘણી વખત લોકો સારી તકની શોધમાં નોકરી હોવા છતાં બીજી નોકરી માટે અરજી કરતા હોય છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આ આંકડાને લઈને રાજ્યમાં બેકારીઓ ભરડો લીધો હોવાનો તર્ક રજૂ કર્યો હતો.
જે રીતે અરજીઓ મળી રહી છે તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે તલાટીની નોકરી બધા ઉમેદવાર માટે ‘સપનાની નોકરી’ છે. અહીં એક પોસ્ટ પર આશરે ૧,૦૫૫ અરજી મળી છે. કારણ કે સૌથી વધારે અરજી આ પોસ્ટ માટે જ મળી છે. જાકે, આ વખતે ફોરેસ્ટ બીટ ગાર્ડની ૩૩૪ પોસ્ટ માટે ૪,૮૪,૦૦૦ અરજી મળી છે, એટલે કે એક પોસ્ટ પર આશરે ૧,૪૪૯ ઉમેદવારે અરજી કરી છે.
આંકડાઓ પરથી એવું પણ તારણ કાઢી શકાય કે આ વખતે પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ માટે ઉમેદવારોમાં ઉત્સાહ ઘટી રહ્યો છે. કારણ કે ૯,૭૧૩ પોસ્ટ સામે ફક્ત ૮,૭૬૦૦૦ અરજીઓ મળી છે. એટલે કે એક પોસ્ટ માટે ફક્ત ૯૦ ઉમેદવારે અરજી કરી છે. અગાઉ આ રેશિયો ખૂબ જ વધારે રહેતો હતો.
આ અંગે વાતચીત કરતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “જે રીતે સરકારી નોકરી માટે લાખો યુવાઓએ અરજી કરી છે તેના પરથી કહી શકાય કે રાજ્યમાં બેકારીએ ભરડો લીધી છે. સરકાર આ વાતનો અસ્વીકાર ન કરી શકે.”
શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે આ અંગે કહ્યું કે, “અનેક ઉમેદવારોએ એક કરતા વધારે સેન્ટર અને જિલ્લા માટે અરજી કરી હોવાથી આ આંકડો મોટો હોઈ શકે છે. વધારે અરજી મળવાનો મતલબ એવો નથી કે રાજ્યમાં મોટા પ્રમાણમાં બેકારી પ્રવર્તે છે. એવું પણ હોઈ શકે છે કે ખાનગી કંપનીમાં નોકરી કરતા લોકોએ કે પછી નીચલી પોસ્ટ પર સરકારી નોકરી કરી રહેલા ઉમેદવારોએ ઉંચી પોસ્ટ માટે અરજી કરી હોઈ શકે છે.”
કઈ જગ્યા માટે કેટલી અરજી મળી
પોસ્ટ ખાલી બેઠક અરજી મળી
તલાટી (પંચાયત) ૧૮૦૦ ૧૯ લાખ
પોલીસ કોન્સ્ટેબલ ૯૭૧૩ ૮.૭૬ લાખ
ફોરેસ્ટ બીટ ગાર્ડ ૩૩૪ ૪.૮૪ લાખ
મુખ્ય સેવિકા ૨૭૫ ૨ લાખ
ડે. ચિટનિસ ૭૭ ૨.૫ લાખ
રિચર્સ ઓફિસર ૭ ૬ હજાર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






