અમદાવાદ,તા.૨૯
અમદાવાદ શહેરનો હાલ યુપી-બિહાર જેવો થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ચોરી, લૂંટ, હત્યા જેવા ગંભીર પ્રકારના ગુના હવે ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે. શહેરના નારોલ વિસ્તારમાં મોડી રાતે ૧૧.૭૦ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઇને ઘરે જઇ રહેલા સોનીની આંખમાં મરચું નાખીને ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી છે. સોની એકિટવા લઇને જતા હતા ત્યારે તેમની રાહ જાઇને ઊભેલા ત્રણ શખ્સોએ તેમના આંખમાં મરચાંની ભૂકી નાખીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.
નારોલ વિસ્તારમાં આવેલ રીષીત રેસિડન્સીમાં રહેતા અને નારોલ ગામમાં અર્બુદા જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાન ધરાવતા વિક્રમભાઇ સોનીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ કરી છે. વિક્રમભાઇ મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના વતની છે અને છેલ્લાં આઠ વર્ષથી નારોલમાં તેમના પરિવાર સાથે રહે છે. વિક્રમભાઇની નારોલ ગામમાં અર્બુદા જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાન આવેલી છે.
વિક્રમભાઇ જ્વેલર્સની દુકાનમાં સેફ લોકર નહીં હોવાથી દરરોજ રાતે દુકાન બંધ કરીને તમામ સોના- ચાંદીના દાગીના એક થેલામાં ભરીને તે ઘરે લાવે છે. વિક્રમભાઇએ ચાર દિવસ પહેલા તેમની દુકાન પર દીપક કોલી નામના રાજસ્થાની યુવકને નોકરી પર રાખ્યો હતો. રાતે ૬.ર૦ લાખ રૂપિયાનું ૩૧૦ ગ્રામ સોનાના દાગીના અને પ.પ૦ લાખ રૂપિયાનું રર કિલો ચાંદી એક થેલામાં મૂકીને વિક્રમભાઇ અને દીપક ઘર તરફ જતા હતા ત્યારે તેમને લૂંટી લેવામાં આવ્યા હતા.
વિક્રમભાઇ એકિટવા લઇને ઘરે જતાં તેમની પાછળની સીટ પર દીપક બેઠો હતો અને દાગીના ભરેલી બેગ વિક્રમભાઇએ બે પગની વચ્ચે મૂકી હતી. બન્ને જણા અંદાજિત ૪૦થી પ૦ની સ્પીડ પર ઘરે જતા તે સમયે નારોલના નંદનવન ફ્લેટ પાસે આવેલ ત્રણ રસ્તા પર બાઇક લઇને ઊભેલા ત્રણ યુવકોએ તેમની આંખમાં મરચાંની ભૂકી નાખીને ૧૧.૭૦ લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





