પીએમ મોદી સત્તામાં ન આવ્યા તો ભારત ૫૦ વર્ષ પાછળ જતો રહેશેઃ રક્ષામંત્રી

0
23

બેંગ્લુરુ,તા.૨૫
સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે જો એક વાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં ન આવ્યા તો ભારત ૫૦ વર્ષ પાછળ જતો રહેશે. બેંગલુરુમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે જો ભાજપને સત્તામાંથી બહાર કર્યુ અને મજબૂત બહુમતની સરકારને હાર મળી તો આપણને ૫૦ વર્ષનો ઝટકો લાગશે. જો ભારતીય જનતા પાર્ટીને ફરીથી સત્તામાં નહિ લાવવામાં આવે તો આ દેશમાં પહેલી વાર મતદાન કરનારા મતદાતાઓના વિરોધમાં હશે.
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પહેલા વાર મતદાન કરનારા યુવાનો સાથે આ અન્યાય હશે. જા આપણામાંથી જે લોકો ૨૦મી સદીમાં પેદા થયા છે તેમણે મોદી સરકારને ફરીથી સત્તામાં ન પહોંચાડ્યા તો આ યુવાનો સાથે અન્યાય હશે. તેમણે પૂછ્યુ કે શું આપણે દેશના યુવાન મતદાદારોની વિરોધમાં જઈશુ, એ તાકાતો ફરીથી સત્તામાં લાવીશુ જેમણે આ દેશને કોઈ ખુશી નથી આપી, શું આપણે સાફ-સુથરી રાજનીતિ અને દેશના હિતોને સર્વોપરી ન રાખવા જોઈએ. નિર્માલા સીતારમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું કે કોઈ પણ દેશના ઈતિહામાં હંમેશા એવુ નથી હોતુ કે આ પ્રકારના નેતા મળે જેવા તમને મળ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY