વિકાસના નામે ૨૦૧૮-૧૯માં સૌથી વધુ ૧૯૧૬ વૃક્ષો કપાયા, શહેરમાં માત્ર ૪ ટકા જ બચ્યા

0
7

બીઆરટીએસ, મેટ્રો, રોડ મોટા કરવા સહિતના પ્રોજેક્ટોથી પર્યાવરણનું નિકંદન
અમદાવાદ,તા.૨૫
રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદમાં છેલ્લા એક દશકામાં સાડા સાત હજારથી વધારે ઝાડ કાપી નખાયા છે. વિકાસના નામે પર્યાવરણનું નિકંદન વાળી દેવામાં આવ્યું છે. શહેરોમાં જરૂરી ૧૪ ટકા લીલોત્તરી સામે વર્તમાનમાં શહેરમાં ૪ ટકા જેટલી જ લીલોત્તરી બચી હોવાનું સામે આવ્યું છે.
વર્ષ ૨૦૧૮માં રોડ પહોળા કરવા, બીઆરટીએસ, મેટ્રો પ્રોજેક્ટ, રિંગ રોડ, બ્રિજ, આવાસો અને કોમર્શિયલ કોમ્પલેક્ષ ઊભું કરવા જેવા કારણોથી શહેરમાં મોટા વૃક્ષોને કાપી દેવાયા છે. ૨૦૧૮-૧૯માં જ ૧૯૧૬ જેટલા વક્ષોને કાપી દેવાયા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેટર અને ધારાસભ્યોને છેલ્લા પાંચ વર્ષમાં કરોડોની ગ્રાન્ટ ફાળવીને ટ્રી-ગાર્ડ આપે છે. તેમછતાં વૃક્ષોમાં કોઈપણ જાતનો વધારો થતો નથી. ઉપરથી વૃક્ષોની ટકાવારીમાં મોટો ઘટાડો થતો જાવા મળ્યો છે.
શહેરને અડીને આવેલા સરખેજ-ગાંધીનગર હાઈવે પરના અડાલજ પાસે સિક્સ લેન હાઈવે બનાવવા માટે પણ મોટાંમોટા ઝાડવા કાપી દેવાયા હતા. પોલીસની હાજરીમાં વૃક્ષો કાપવામાં આવ્યા હતા. કેટલાક એનજીઓએ ચીપકો આંદોલન કરીને તેનો વિરોધ પણ કર્યો હતો. છતાં વૃક્ષો બચાવવામાં તેમને સફળતા મળી ન હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY