પાક. પર હુમલા બાદ મોદીની લહેર વધી, ૨૮માંથી ૨૨ બેઠક મળશેઃ યેદિયુરપ્પા

0
7

બેંગ્લુરુ,તા.૨૮
એક તરફ સમગ્ર દેશ પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય પાયોલટની સુરક્ષા વિશે પ્રાર્થના કરે છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનાં નેતા પાકિસ્તાન ભારતે કરેલી સ્ટ્રાઇકથી લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલો ફાયદો થશે તેની ગણતરીઓ કરવા લાગ્યા છે.
કર્ણાટકા ભાજપ પ્રમુખ બી.એસ. યદુરપ્પાએ કહ્યું કે, ભારતે પાકિસ્તાન પર કરેલી સ્ટ્રાઇકને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં દેશમાં વાતાવરણ બન્યુ છે અને આ વાતાવરણને કારણે કર્ણાટકની ૨૮ લોકસભા બેઠકોમાંથી ૨૨ બેઠકો પર ભાજપને જીત મળે તેવી શકીયતાઓ છે.
યદુરપ્પાએ વધુમાં જણાવ્યું કે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂંસીને આતંકવાદી કેમ્પોનો ખાત્મો બોલાવ્યો. આ હુમલાને કારણે સમગ્ર દેશમાં મોદી તરફી વેવ બન્યો છે. આની અસર આગામી લોકસભા ચૂંટણીમાં જાવી મળશે.”
પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપ નેતાએ કહ્યું કે, પાકિસ્તાન પર કરેલી સ્ટ્રાઇકથી યુવાનોમાં જાશ આવ્યો છે. આ બધી જ બાબતો ભાજપને કર્ણાટકામાં ૨૨ બેઠકો જીતવામાં મદદરૂપ થશે.
યદુરપ્પાએ વધુમાં ઉમેર્યુ કે, આપણા ૪૦ જવાનો શહીદ થયા પછી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને પાઠ ભણાવવાની તાકાત બતાવી છે. તેમણે કહ્યું હતું કે, શહીદોનાં લોહીનાં એક એક ટીપાનો બદલો લઇશુ. મોદીએ જે કહ્યું કે, તેમણે પાળીને બતાવ્યુ છે. બધાએ તેમના આ કાર્યને વધાવ્યુ છે. વિરોધ પક્ષોએ પણ તેમના આ કાર્યને આવકાર્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY