બેંગ્લુરુ,તા.૪
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (છમ્ફઁ)ના કાર્યકરોએ કર્ણાટકની એક એન્જિનિયરિંગ કોલેજના એક પ્રોફેસરને ઘૂંટણીયે પડીને માફી માંગવા માટે મજબૂર કર્યા હતા. આ ઘટના કર્ણટકના વિજયપુરાની ડો. પીજી હલાકટી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં બની હતી. પ્રોફેસર પર આરોપ છે કે તેણે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પ્રશંસા કરી હતી.
કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર સંદીપ વાથરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં તેણે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પ્રશંસા કરી હતી. તેમણે દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ ઉભી કરવા માટે મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. બીજી પોસ્ટમાં તેમણે તણાવ વધારવા તેમજ યુદ્ધ જેવીસ્થિતિ પેદા કરવા માટે ‘ભક્તો’ને આડેહાથ લીધા હતા.
પ્રોફેસરની આવી પોસ્ટ બાદ એબીવીપીના કાર્યકરો ભડકી ગયા હતા અને તેમણે પ્રોફેસર સંદીપ વાથરને ઘૂંટણીયાભર થઈને માફી માંગવા માટે મજબૂર કર્યા હતા. પ્રોફેસર સાથે આવી ઘટના બની ત્યારે ત્યાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ હાજર હતો.
પ્રોફેસર સાથે આવી હરકત બાદ આજ દિવસ સુધી આ કેસમાં કોઈ કાર્યવાહી નથી થઈ. જ્યારે ઘટના અંગે ટિપ્પણી કરતા કોલેજના પ્રિન્સિપાલ વીપી હુગ્ગીએ કહ્યું કે, પ્રોફેસર વાથરને હાલ સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા, મંગળવારે કોલેજ ફરી વખત ખુલશે ત્યારે કોઈ આદેશ કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



