હું લેસ્બિયન છું,ઓરિસ્સામાં એક છોકરી સાથે મારે સંબંધ છે : સ્પ્રિંટર દુતી ચંદ

0
20

ભૂવનેશ્વર,તા.૧૯
સ્પ્રિંટર દુતી ચંદે ખુલાસો કર્યો છે કે, તે સમલૈંગિક સંબંધોમાં છે. તે ભારતની પહેલી એથલિટ છે જેણે આ રીતે જાહેરમાં આ વાતનો સ્વીકાર કર્યો છે. દુતીએ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. દુતીએ જણાવ્યું છે કે, તે પોતાના વતન ચાકા ગોપાલપુર (ઓરિસ્સા)માં એક છોકરી સાથે રિલેશનશીપમાં છે. જોકે દુતીએ આનાથી વધુ તેના પાર્ટનર વિશે જણાવવાની ના પાડી છે. તે નથી ઈચ્છતી કે તેની પાર્ટનર કોઈ પણ કારણ વગર લોકોની નજરમાં આવે.
તેણે કહ્યું છે કે, કોઈએ મને જજ કરવાની જરૂર નથી. આ મારી અંગત પસંદ છે. તેનું સન્માન કરવું જોઈએ. હું દેશ માટે મેડલ જીતવાનો સંપૂર્ણ પ્રયત્ન ચાલુ રાખીશ. મેં સમલૈંગિકો માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છેઃ દુતીએ કહ્યું કે, મને કોઈ એવું મળ્યું છે જે મારું જીવનસાથી છે. હું માનું છું કે દરેક વ્યકિતને તેની આઝાદી હોવી જોઈએ. તે જે ઈચ્છે તેની સાથે જીવન પસાર કરી શકે છે. મેં હમેંશા તેમના હકમાં અવાજ ઉઠાવ્યો છે જે સમલૈંગિક સંબંધોમાં રહેવા માંગે છે. તે કોઈની અંગત પસંદ છે. મારું ધ્યાન હાલ વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ઓલિમ્પિક ગેમ્સ પર છે. પરંતુ હું ભવિષ્યમાં તેની સાથે લગ્ન કરવા માંગુ છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY