આતંકી મસૂદ અઝહરને ડોભાલ પાકિસ્તાન મૂકીને આવ્યા હતા : રાહુલ ગાંધી

0
7

બેંગ્લુરુ,તા.૯
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે એક રેલીની સંબોધતા તેમણે પુલવામા હુલમો, રાફેલ ડીલ, રોજગારી જેવા મુદ્દે પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે તમારી જેમ આતંકવાદની સામે જુકતા નથી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ મસૂદ અઝહરને પાકિસ્તાન મૂકી આવ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષે કર્ણાટકની રેલીમાં કહ્યું, થોડા દિવસ પહેલાં પુલવામામાં સીઆરપીએફના જવાનો શહીદ થયા. મારો વડાપ્રધાનને સીધો સવાલ છે, તેમની શહાદત પાછળ કોણ જવાબદાર છે? શું ભાજપ સરકારે મસૂદ અઝહરને જેલથી છોડીને પાકિસ્તાન નહોતો મોકલ્યો? નરેન્દ્ર મોદીના સલાહકાર અજીત ડોભાલ મસૂદ અઝહરને મૂકી આવ્યા હતા. મોદીજી અમે તમારી જેમ આતંકવાદ સામે ઝુકતા નથી.
રાફેલ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું, રાફેલ ડીલની પ્રારંભીક તપાસ કરનાર સીબીઆઈના વડાને અડધી રાત્રે કાઢી મૂકાયા હતા. સુપ્રીમ કોર્ટે તેમને હોદ્દો પરત આપવાનું કહ્યું તો પણ ફરીથી તેમને પોતાના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. મોદીજી તમે ચોકીદારી નથી કરતા, તમે અનિલ અંબાણીની ચોકીદારી કરો છો.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, અનિલ અંબાણી પર રૂપિયા ૪૫,૦૦૦ કરોડનું દેવું છે, મોદીજીએ રાફેલ ડીલમાં તેમને રૂપિયા ૩૦,૦૦૦ કરોડની ભેટ આપી છે. મોદીજીએ કહ્યું હતું કે મને દેશનો ચોકીદાર બનાવો અને ચોકીદારે રાફેલ ડીલમાં અનિલ અંબાણીને રૂપિયા ૩૦,૦૦૦ કરોડ આપ્યા છે. હવે નારો બદલી ગયો છે, પહેલા લોકો કહેતા હતા, ‘અચ્છે દિન આયેંગે હવે કહે છે, ‘ચોકીદાર ચોર છે.
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે ડોકલામમાં ચીનની સેના ઘૂસી ગઈ હતી ત્યારે વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે ઝુલા ઝૂલી રહ્યાં હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY