નાંદોદના ભચરવાડા ગામે પોલીટેક્નિક કોલેજ બનાવવા સામે ગ્રામજનોનો વિરોધ

0
34

કોન્ટ્રાકટર જમીનની સાફસફાઈ માટે આવતા ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા.

આ જમીન ગામની એકમાત્ર ગૌચર છે અને આ જમીનમાં આદિવાસી સમાજનું સ્મશાન છે અહીં કોલેજ બનવી જ ના જોઈએ.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો

રાજપીપળા : નાંદોદ તાલુકાના ભચરવાડા ગામમાં વર્ષ 2009-10માં ભચરવાડા ગામ ખાતે ગૌચરની જમીન પોલિટેકનીક કોલેજ માટે ફાળવવામાં આવી હતી.જેમાં એક ખાનગી કંપનીને એ કોલેજ બનાવવા માટે ટેન્ડર મળ્યું હતું.પણ એ કંપનીએ 3 વર્ષ સુધી કોઈ કામ કર્યું નહીં જેથી વર્ષ 2016માં તેનો ઠરાવ રદ કરવામાં આવ્યો હો.સરકારે પોતાના હસ્તક લઇ લીધી ત્યારબાદ આ જમીન પર કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી ન હતી.

જ્યારે વર્ષ 2005 માં આ જમીન ગૌચરની છે તેવું બતાવી શરત ફેર કરી આ જ જમીનને ગામની પડતર જમીન તરીકે બતાવ્યા બાદ એ જમીનને પોલીટેક્નિક કોલેજ માટે ફાળવવામાં આવી છે.એમ જાણવા મળ્યું છે.ત્યારે આજે જ્યારે કોન્ટ્રાકટર એ જમીન પર સાફ સફાઈ માટે ગયા ત્યારે ભચરવાડાના ગ્રામજનો રોડ ઉપર ઉતરી પડ્યા હતા અને સરકારી પોલીટેક્નિક કોલેજનો વિરોધ કર્યો હતો.પોતાના વિરોધ દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ જમીન ગામની એકમાત્ર ગૌચર છે અને આ જમીનમાં આદિવાસી સમાજનું સ્મશાન છે અહીં કોલેજ બનવી જ ના જોઈએ.ગ્રામસભાએ આ અગાઉ આ જમીન પર કોલેજ નહીં બાંધવા સર્વાનુમતે ઠરાવ કર્યો હતો.

જોકે આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા સમજાવટ બાદ ગ્રામજનો નાંદોદ મામલતદાર સાથે મિટિંગ કરવા તૈયાર થયા હતા.અને મામલતદારે એમને ખાતરી આપી કે સોમવારે ફરીથી તપાસ કરાવીશુ ત્યાર સુધી આ જમીન પર કોઈ કામગીરી નહીં થાય.એ બાદ ગ્રામજનો છુટા પડ્યા હતા અને જો તેની પર કોઈ નિકાલ નહીં આવે તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY