સાંસદ મનસુખભાઇ વસાવા પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ અને પાલિકાના કારોબારી ચેરમેન અલ્કેશભાઈ ગોહિલે આઈસ્ક્રિમ ખવડાવી મોં મીઠું કરાવી હડતાલ નો અંત લાવ્યા

કર્મચારીઓની માંગ બાબતે પાલિકા દ્વારા સરકાર માં રજુઆત કરવામાં આવશે ની બાંહેધરી આપતા હડતાળ સમેટાઈ
પાંચ દિવસની હડતાળમાં રોજમદાર કર્મચારીઓને આર્થિક નુકશાન ન જાય એ માટે રાત્રી સફાઈ કરી સરભર કરાશે: અલ્કેશભાઈ ગોહિલ
રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના સફાઈ કામદારો તેમની કેટલીક માંગ સાથે પાંચ દિવસ થી હડતાલ પર હોય શહેરમાં ગંદકી ફેલાઈ હતી ત્યારે આજે પાંચમા દિવસે પાલિકા તંત્ર સાથે સાંસદ મનસુખભાઇ વસાવા એ પણ દરમિયાનગીરી કરી કર્મચારીઓને સમજાવ્યા હતા અને તેમની માંગ સરકારમાં મોકલવા બાંહેધરી આપી ત્યારબાદ પાલિકાના તમામ હડતાલ પર બેઠેલા કર્મચારીઓ અને યુનિયન લીડરો ના ગળે આ વાત ઉતરી અને આજે હડતાલનો સુખદ અંત આવ્યો જેમાં સાંસદ મનસુખભાઇ,પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ ,કારોબારી ચેરમેન અલ્કેશભાઈ ગોહિલ સાથે પાલિકા સદસ્યો એ હડતાલ માં બેઠેલા તમામ કર્મચારીઓને આઈસ્ક્રીમ ખવડાવી મોઢું મીઠું કરાવી હડતાલ નો અંત આવ્યો હતો.
રાત્રી સફાઈ કરાવી આર્થિક નુકસાન સરભર કરવા સૂચના આપી છે : અલ્કેશભાઈ ગોહિલ
પાંચ દિવસની હડતાલમાં રોજમદાર કર્મચારીઓને આર્થિક નુકશાન ન જાય એ માટે કારોબારી ચેરમેન અલ્કેશભાઈ એ જાહેરમાં જણાવ્યું કે આ તમામ કર્મચારીઓને રાત્રી સફાઈમાં કામ આપી તેમનું પાંચ દિવસનું નુકસાન સરભર કરશે એ માટે જેતે સુપરવાઈઝરને સૂચના આપી છે સાથે ગામમાં પાંચ દિવસ દરમિયાન થયેલી ગંદકી પણ જલ્દી દૂર થશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






