કર્ણાટકના લઘુસિંચાઇ મંત્રીના નિવાસસ્થાન પર આયકર વિભાગના દરોડા

0
6

આ મોદીની અસલી સર્જિકલ સ્ટ્રાઇક છેઃ કુમારસ્વામી
બેંગ્લુરુ,તા.૨૭
આવકવેરા વિભાગના અધિકારીઓએ કર્ણાટકના લઘુ સિંચાઇ મંત્રી સી એસ પુટ્ટારાજુ અને તેમના એક સંબંધીના નિવાસ્થાન પર ગુરુવારે સવારે દરોડા પાડ્યા હતા. આ દરોડના લઇને કર્ણાટકના મુખ્યમંત્રીએ ટ્‌વીટ કરીને વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહીએ મોદીની અસલી સર્જિકલ સ્ટ્રાઇક છે.ચૂંટણી સમયે વિપક્ષને હેરાન કરવા માટે સરકારી પદ અને ભ્રષ્ટ અધિકારીઓનો ઉપયોગ કરવો એ ખરેખર ખેદજનક છે.
પુટ્ટારાજુ સિવાય પીડબ્લયુડી અને સિંચાઇ વિભાગના ૧૭ કોન્ટ્રાક્ટર અને ૭ અધિકારીઓના ઘરો પર પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. જનતા દળ સેકિયુંલરના નેતા પુટ્ટારાજુએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગની ત્રણ ટીમ અને સીઆરપીએફ કર્મીઓએ મંડ્યામાં તેમના ચિન્નાકુરલી નિવાસસ્થાન અને મૈસુર Âસ્થત નિવાસ્થાન પર દરોડા પાડ્યા હતા.
કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ એક દિવસ અગાઉ જ રાજ્યમાં કોંગ્રેસ અને જેડી(એસ)ના નેતાના ઘરો પર દોરડા પડવાની આશંકા વ્યક્ત કરી હતી. પુટ્ટરાજુએ જણાવ્યું હતું કે, તેઓ આ દરોડાથી તેઓ ડરતા નથી અને આ કાર્યવાહીએ તેમનામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY