બેંગલુરુ,તા.૧૨
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને ટાર્ગેટ કર્યું હતું. મોદીએ કહ્યુ હતું કે આ બંને પક્ષોને જનતા સાથે કોઈ લેવા દેવા જ નથી અને તેમને પરિવારની જ પડી છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે કાંગ્રેસ અને જેડીએસની પ્રાથમિકતા સ્વયં પોતે છે અને પરિવાર છે. મોદીએ કહ્યુ કે આ બંને પક્ષોનું મિશન કમિશન છે.
મોદીએ જણાવ્યું હતું કે એચડી દેવગૌડાના પુત્રે કહ્યુ કે જો મોદીની ફરીથી કેન્દ્રમાં સરકાર બનશે તો તે રાજકારણમાંથી નિવૃત્તી લઈને સંન્યાસ ધારણ કરશે. ૨૦૧૪ની ચૂંટણીમાં સ્વામી દેવગૌડાએ કહ્યુ હતું કે જો મોદી વડાપ્રધાન બનશે તો હું સંન્યાસ લઈ લઈશ. તેણએ લીધો શું? મોદીએ આગળ કહ્યુ કે પુત્ર પણ લેશે ખરા?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી પર પણ બે કટાક્ષ કર્યા હતું. તેમણે કહ્યુ કે અહીં મુખ્યમંત્રીએ કહ્યુ કે જેઓને બે વખત ભોજન મળતું નથી તેઓ લશ્કરમાં જાય છે. શું આ આપણા બહાદુર સૈનિકનું અપમાન નથી?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





