ગાંધીધામ ખાતે વિનોદ ચાવડાના ચુંટણી પ્રચાર અથૅ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંધ વિશાળ જાહેર સભા કોંગ્રેસ પર આકરા પ્રહારો
સમગ્ર કચ્છમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ફરીથી એક વાર સાંસદ વિનોદભાઈ ચાવડાને પુનઃ એક વખત જંગી સરસાઈથી વિજયી બનાવવા અવિરત પણે કાર્યરત છે . ફરી એક વખત લોકસભામાં વિનોદભાઈ ચાવડા ને વિજય બનાવા પ્રચાર અથૅ કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા રાજનાથસિંહ ગાંધીધામ પધાર્યા જયાં શહેરના સિંધુ ભવન હોલ ખાતે તેઓની જંગી જાહેર સભા સબોધવામાં હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા .
જનમેદનીને સંબોધતા ગૃહ મંત્રી રાજનાથ સિંઘે જણાવ્યું હતું કે દેશમાં સરેરાશ છ દસકા સુધી કોંગ્રેસ શાસન કર્યું છે પરંતુ કોઈ નોંધપાત્ર વિકાસ કોંગ્રેસના શાસનમાં થયો નથી માત્રને માત્ર પરિવાર અને જાતિવાદ પર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસે આજદિન સુધી ભાગલા પડાવી ને રાજ કર્યું છે જેને પ્રજા હવે સંપૂર્ણ જાકારો આપ્યો છે વધુમાં તમેને કહયુ હતુ કે આ સરકાર નાના માણસની સરકાર છે આ સરકારે આવાસ યોજના અમૃતમ યોજના જેવી અનેક સરકારી યોજનાઓનો લાભ લોકોને આપ્યો છે જ્યારે બીજી બાજુએ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં જઈને આતંકવાદી ના અડ્ડા પર વાય હુમલો કરી મોટી સંખ્યામાં આતંકવાદીનો ખાતમો બોલાવ્યો છે ત્યારે કોંગ્રેસના લોકો સેનાની કામગીરીના પુરાવા માંગે છે જે બાબતે આમ પ્રજા સવાલ કર્યો હતો ,રાજનાથસિંધ એ કોંગ્રેસને આડે હાથ લીધા હતા ગાંધીધામ ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ જાહેર સભાને સંબોધી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી વાસણભાઇ આહીર લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી નીમાબેન આચાર્ય જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ કુલદીપ સિંહ ઝાલા તેમજ ભાજપના હોદેદારો કાર્યકરો અને મહાનુભવ ઉપસ્થિત રહયા હતા રાજનાથ સિંહ કચ્છી પાઘડી અને શાલ આપી પાઘડીયુ સન્માન કરાયું હતું આ તકે સભાને સંબોધતા ચાવડાએ જણાવ્યું હતું કે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુન વડાપ્રધાન પદે પ્રસ્થાપિત થનાર છે ત્યારે સમગ્ર દેશમાં આજે મોદી વેવ ચાલી રહ્યો છે ત્યારે ફરી એક વખત કચ્છની બેઠક પરથી બહુમતીથી વિજય અપાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





