બેંગ્લુરુ,તા.૨૦
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ દેવગૌડાને નરેન્દ્ર મોદી કરતા સારા વડાપ્રધાન ગણાવ્યા છે. તેમણે કહ્યુ છે કે, દેવગૌડાના ૧૦ મહિનાના કાર્યકાળમાં આંતરિક સુરક્ષા હાલની સરકાર કરતાં સારી હતી. ત્યારે દેશમાં શાંતિનો માહોલ હતો અને એક પણ આતંકી હુમલો નહતો થયો. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો છે કે, મોદી સરકાર બાલાકોટ એરસ્ટ્રાઈકનો ઉપયોગ લોકસભા ચૂંટણી માટે કરી રહી છે. કુમારસ્વામીના આ નિવેદન વિશે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું છે કે, રાજ્યની સાત સીટ પરથી ચૂંટણી લડી રહેલા દેવગૌડા વડાપ્રધાન અથવા તેમના સલાહકાર બનવાનું સપનું જાઈ રહ્યા છે. જેડીએસ પ્રમુખ એચડી દેવગૌડા ૧ જૂન ૧૯૯૬થી ૨૧ એપ્રિલ ૧૯૯૭ સુધી વડાપ્રધાન રહ્યા હતા.
એક ઈન્ટરવ્યુમાં કુમારસ્વામીએ કહ્યું કે, દેવગૌડા સરકારના ૧૦ મહિના મોદી સરકારના પાંચ વર્ષના કામકાજ કરતા વધારે સારા હતા. જમ્મુ-કાશ્મીરમાં ભારત-પાક સીમા પર સંપૂર્ણ પણે શાંતી હતી. દેશમાં કોઈ પણ જગ્યાએ બ્લાસ્ટ નહતા થયા. દેવગૌડા પાસે રાજકીય અનુભવ છે અને તેઓ કુશળ પ્રશાસક છે. તેઓ રાહુલ ગાંધીને સારુ શાસન ચલાવવા માટે સલાહ આપશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




