પ.બંગાળ : ભાજપ ઉમેદવાર લોકેટ ચેટર્જીના ઘર પર જીવલેણ હુમલો

0
19

હુગલી,તા.૨૦
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે વિવાદ જાણે રોકાવાનું નામ લેતો નથી. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષ લોકેટ ચેટર્જીના ઘર પર હુમલાનો બનાવ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ લોકેટ ચેટર્જીને પશ્ચિમ બંગાળ સ્થિત હુગલી લોકસભા બેઠકથી ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે.
લોકેટ ચેટર્જીએ આ હુમલા માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. તેમણે ટ્‌વીટ કરી આક્ષેપ કર્યો છે કે ગુરુવારે બપોર પછી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના ગુંડાઓએ હુગલીસ્થિત મારા નિવાસે હુમલો કર્યો. તેઓ બીજેપીના સમર્થનથી પરેશાન છે. મને બીજેપીનું સમર્થન કરવાથી કોઈ રોકી શકશે નહીં. કાયરતાપૂર્ણ હુમલા પણ મને નહીં અટકાવી નહીં શકે. હું વધુ ચૂંટણી પ્રચાર કરીશ.’
આ ઉપરાંત પશ્ચિમ બંગાળના ડમડમ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર સમિક ભટ્ટાચાર્યના કાર્યાલય પર પણ તોડફોડ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કરાયો હતો. તેમાં ઘાયલ નેતા ચાંડી ચરણ રાયને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર સતત છેલ્લા થોડા સમયથી હુમલાઓ થઇ રહ્યા છે. તાજેતરમાં પંચાયત ચૂંટણીઓમાં પણ ભાજપના નેતાઓ પર હુમલો જોવા મળ્યો હતો. આ હુમલાઓ માટે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનરજીને જવાબદાર ઠેરવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY